તંત્ર નિદ્રામાં:સમામાં ડ્રેનજ ઊભરાવાની સમસ્યાથી રહીશો હેરાન, 2 માસ પૂર્વે ફરિયાદ કરી છતાં ઉકેલ નહીં

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુર્ગંધથી લક્ષ્મીકુંજના રહીશોનું રહેવું દુષ્કર બન્યું

શહેરના સમા વિસ્તારમાં ડ્રેનજ ઉભરાવાની સમસ્યાથી સ્થાનિક રહીશો પરેશાન થઇ ગયા છે. કોર્પોરેશનમાં બે મહિના પહેલા ફરીયાદ કરી હોવા છતાં આ સમસ્યાનો હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. શહેરના સમા વિસ્તારમાં આવેલી લક્ષ્મીકુંજ સોસાયટી વિભાગ 2ની સામેની બાજુએ આવેલી ડ્રેનજ ઉભરાવવાના કારણે સ્થાનિક રહીશો અતિશય દુર્ગંધનો સામનો કરી રહ્યા છે. ડ્રેનજ લાઇન વરસાદી કાંસની સાથે મિક્સ થઇ જવાને પગલે વધારે દુર્ગંધ મારી રહી હોવાથી સોસાયટીના રહીશોનું રહેવું દુષ્કર થઇ ગયું છે. કોર્પોરેશનમાં વારંવાર ફરીયાદ કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનના વોર્ડ નંબર 7માં આ અંગે 10 નવેમ્બરના રોજ અરજી કરવામાં આવી હતી. આ સમસ્યા બે મહિનાથી ચાલી આવી રહી છે પરંતુ તેનો કોઇ નિકાલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યો નથી. 24 કલાક દુર્ગંધના પગલે રહીશો ઘરોમાં જ પૂરાઇ રહેવું પડે છે. ઘરોમાં પણ દુર્ગંધ મારતી હોવાની ફરીયાદ રહીશો દ્વારા કરવામાં આવી હતી. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઇ રહ્યા છે ત્યારે કોર્પોરેશનનું તંત્ર નિદ્રાધીન બનીને વહીવટ કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...