નારાજ ભાજપ નેતાનો અનોખો અંદાજ:પાદરાથી અપક્ષ ઉમેદવારીની જાહેરાત કરતા દિનુમામાએ ગીત ગાયું 'જો બોયા હૈ વો પાયેગા'

વડોદરા24 દિવસ પહેલા
દિનુમામા.

પાદરા વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા ટિકિટ ના ફાળવવામાં આવતા નારાજ દિનુમામાએ અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આજે દિનુમામુએ કહ્યું હતું આ મારી છેલ્લી વિધાનસભા ચૂંટણી છે. સાથે તેમણે જો બોયા હે વોહી પાયેગા ગીત ગાયું હતું.

ભાજપે ચૈતન્યસિંહને ઉમેદવાર બનાવ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેર થઇ ગઇ છે. જેમાં મધ્ય ગુજરાતમાં 5 ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે. ત્યારે આ માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઇ ચુકી છે. જેમાં વડોદરાની પાદરા બેઠક પર ભાજપે ચૈતન્યસિંહ ઝાલાને ઉમેદવાર બનાવ્યા છે. જેથી ભાજપના નેતા દિનુમામા (દિનેશ પટેલ) નારાજ થઇ ગયા હતા. તેમણે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી દીધી છે.

મને મારુ કિસ્મત નડ્યું: દિનુમામા
2017માં ભાજપની ટિકિટ પર ચૂંટણી હારી ગયેલા અને આ વખતે ટિકિટ ન મળતા નારાજ દિનુમામાએ જણાવ્યું હતું કે, હું ભાજપની વિરૂદ્ઘ પહેલા પણ ન હતો અને અત્યારે પણ નથી. પરંતુ જેણે જે વાવ્યુ છે એ લણવાનું. 2017માં ભાજપનો ઉમેદવાર હું જ બન્યો હતો. ત્યારે એ ભાઇએ (ચૈતન્યસિંહ ઝાલા) શું કર્યું હતું તેના ઇતિહાસ પુરાવા બધા પાસે છે જ. મને મારુ પ્રારદ્ઘ નડ્યું, મને મારુ કિસ્મત નડ્યું. મે આજ દિન સુધી પાર્ટીના હિતમાં પાર્ટીએ જે કહ્યું તે કર્યું છે. વર્ષ 2007માં હું અપક્ષ ઉમેદવારી કરી ધારાસભ્યો બન્ય હતો. ત્યારે મેં મારા તાલુકાના વિકાસના કામોની માંગણી કરી હતી.

હવે અપક્ષ લડીશ
હું વર્ષ 2012 અને 2017માં ટિકિટની માંગણી કરવા પક્ષ પાસે ગયો ન હતો. છતાં 2017માં મને ભાજપે ટિકિટ આપી હતી. હું ચૂંટણી હાર્યો છું હિંમત નથી હાર્યો. આ વખતે હું અપક્ષ ચૂંટણી લડીશ. હું એટલું જ કહેવા માંગુ છું કે હવે મારે એમની સાથે કોઇ સંબંધ રાખવો નથી. કાર્યકરો જે કહેશે એ પ્રમાણે ચાલવાનો છું. આ દરમિયાન દિનુમામાએ ગીત ગાતા કહ્યું હતું કે જો બોયો હે વો વોહી પાયેગા.

અન્ય સમાચારો પણ છે...