તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Announcement To Legalize Illegal Water Connection In Vadodara By December 31, After Which The Corporation Will Take Legal Action And Impose Fines.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેતવણી:વડોદરામાં 31 ડિસેમ્બર સુધીમાં ગેરકાયદે પાણીના કનેક્શનને કાયદેસર કરવાની જાહેરાત, ત્યારબાદ પાલિકા કાયદાકીય પગલા લઈને દંડ કરશે

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
વડોદરા મહાનગરપાલિકાની કચેરીની ફાઈલ તસવીર - Divya Bhaskar
વડોદરા મહાનગરપાલિકાની કચેરીની ફાઈલ તસવીર

વડોદરા શહેરમાં 'નલ સે જલ' યોજના અંતર્ગત ગેરકાયદેસર પાણીના જોડાણને 31 ડિસેમ્બર સુધી કાયદેસર કરવા પાલિકા દ્વારા નગરજનોને જાહેરાત કરીને સૂચના આપવામાં આવી છે, ત્યાર બાદ આવા ગેરકાયદેસર જોડાણ ધરાવતી વ્યક્તિઓ સામે કાયદાકીય પગલાની ચેતવણી પાલિકા દ્વારા આપવામાં આવી છે.

'નલ સે જલ' યોજનાનો લાભ લેવા પાલિકાની અપીલ
વડોદરા મહાનગરપાલિકા હદ વિસ્તારમાં જે કોઇ વ્યક્તિ જાહેર પાણી વિતરણ વ્યવસ્થામાંથી અધિકૃત જોડાણ મેળવ્યા સિવાય પાઈપ જોડીને અથવા બીજા કોઇ સાધનો દ્વારા પ્રત્યક્ષ કે, પરોક્ષ રીતે કોઇપણ હેતુ માટે પાણીનો ઉપાડ કરે તો, ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા અધિનિયમની જોગવાઇ મુજબ દંડને પાત્ર થશે. જેથી ભારત સરકાર 'નલ સે જલ' યોજના અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાના વિસ્તારોમાં ગેરકાયદેસર કનેક્શન ધરાવતા વ્યક્તિ કે સંસ્થાએ પાણીના કનેક્શન કાયદેસર કરાવવા માટે 31 ડિસેમ્બર સુધીમાં સંલગ્ન વોર્ડ ઓફિસ ખાતે સંપર્ક કરીને યોજનાનો લાભ લેવા પાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

31 ડિસેમ્બર બાદ કાયદાકીય પગલા લેવાની પાલિકાની ચેતવણી
જોકે 31 ડિસેમ્બર બાદ પણ ગેરકાયદે પાણીની કનેક્શન ચાલુ રહેશે તેની સામે કાયદાકીય પગલાની ચેતવણી પાલિકા દ્વારા આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો