તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:19 વોર્ડમાં BJPની કારોબારી ઓફલાઇન યોજવા જાહેરાત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર ભાજપની કારોબારી બેઠક ઓનલાઇન યોજાઈ
  • ત્રીજી લહેર સામે લડવા માટે તૈયાર રહેવા હાકલ

શહેર ભાજપની નવી કારોબારીની પ્રથમ બેઠક ઓનલાઇન મળી હતી. જોકે આગામી દિવસોમાં તમામ 19 ઇલેક્શન વોર્ડમાં ઓફલાઇન બેઠક બોલાવવા જાહેરાત કરાઈ હતી.હોદ્દેદારોને સંબોધતાં અધ્યક્ષ ડો. વિજય શાહે જણાવ્યું કે, શહેરની પ્રથમ કારોબારી પ્રથમ વખત વર્ચ્યુઅલ માધ્યમથી કરી રહ્યા છીએ, પણ આગામી દિવસોમાં 19 વોર્ડમાં પ્ર્ત્યક્ષ નીતિ નિયમથી કારોબારી મીટીંગ કરીશું. બીજેપીના પ્રદેશ હોદ્દેદારોથી માંડી નાનામાં નાના કાર્યકરોના સેવાકાર્યથી કોરોનામાં લોકસેવામાં અગ્રેસર રહ્યા છીએ અને કાર્યકરોએ નિષ્ઠાપૂર્વક જનસેવા કરી કોરોના સામે જંગ લડ્યા છે.

કોરોના વેક્સિનમાં શહેરમાં 78 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે, જ્યારે 25 ટકા લોકોએ બીજો ડોઝ લીધો છે. 100 ટકા વેક્સિન પૂર્ણ થાય તે માટે પ્રયત્ન કરવાના છે. કોરોનાની ત્રીજી સંભવિત લહેર સામે આપણે લડવા તૈયાર રહેવું પડશે.જ્યારે શહેર મહામંત્રી સુનિલ સોલંકીએ જણાવ્યું હતું કે, તા.6 જુલાઈના રોજ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મ જયંતી ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. વોર્ડની કારોબારી મીટીંગ 10 જુલાઈ સુધી પૂર્ણ કરવાની રહેશે.

મેયર કેયુર રોકડિયાએ કોરોના કાળમાં પાલિકા દ્વારા કેવી રીતે કામગીરી કરાઇ અને અને લોકોને પ્રથમ અને બીજા વેવમાં કેવી રીતે રક્ષણ અપાયું તેને માહિતી રજૂ કરી હતી. કોરોનાને અટકાવવા લીધેલા પગલા બાબતે માહિતી આપી હતી.સમાપનમાં પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે જણાવ્યું કે, કોરોના કાળમાં ભાજપના કાર્યકરે જે રીતે કાર્ય કર્યું છે તે દેવદુર્લભ ઉક્તિને સાર્થક કરે છે.

જીવની પરવા કર્યા વગર જે રીતે સેવા કાર્ય કર્યા છે એટલે જ દેવદુર્લભ કાર્યકર કહ્યું છે. આ જનસંઘની પુષ્ઠભૂમિ પરથી જે સંસ્કારોનું સિંચન થયું છે તે આ યુવા કાર્યકરોમાં દેખાય છે. લોકોના જીવ બચાવવાના સેવા કાર્ય કર્યા છે. પેજ કમિટીની રચના અને પેજ પ્રમુખની રચનાથી આપણે જન જન સુધી પહોંચી શકાયું છે.

અન્ય સમાચારો પણ છે...