રહીશોનો પાલિકામાં મોરચો:તાંદલજાની 300 સોસાયટીનું એલાન: રોડ નહીં તો કર નહીં

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરના તાંદલજા વિસ્તારમાં જાહેર માર્ગ ની ખરાબ હાલત થી ત્રસ્ત થયેલા સ્થાનીક લોકો બુધવારના રોજ કોર્પોરેશન ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યાં હતાં. - Divya Bhaskar
શહેરના તાંદલજા વિસ્તારમાં જાહેર માર્ગ ની ખરાબ હાલત થી ત્રસ્ત થયેલા સ્થાનીક લોકો બુધવારના રોજ કોર્પોરેશન ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યાં હતાં.
  • ગટર અને પાણીની લાઇનો નાખ્યા બાદ તૂટેલા રોડ રિપેર ન કર્યા

શહેરના તાંદલજા વિસ્તારમાં રોડ તૂટી ગયા છે અને બિસ્માર બની ગયા છે ત્યારે 300 સોસાયટીએ સંગઠન બનાવીને પાલિકામાં મોરચો કાઢ્યો હતો અને રસ્તો નહિ તો કર નહિનું એલાન આપ્યું હતું. શહેરમાં વરસાદની ચાલુ મોસમમાં એક દિવસમાં ત્રણ ઇંચથી વરસાદ એક પણ દિવસ પડયો નથી પણ તેમ છતાં ઘણા ઠેકાણે રોડ તૂટી ગયા છે અને 60 હજારથી વધુ ખાડા પડી ગયા છે.મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા પેચવર્ક માટે પ્રથમ વખત માઇકો લેવલનું પ્લાનિંગ બનાવ્યું છે તે નોંધનીય છે.

આ સંજોગોમાં તાંદલજા વિસ્તારમાં રાજવી ટાવર થી જેપી રોડ પોલીસ સ્ટેશન થઈ તાંદલજા ગામને જોડતો મુખ્ય રસ્તા, વાસણા પેટ્રોલ પંપ થી જેપી પોલીસ સ્ટેશનને જોડતો રસ્તો,કિસ્મત ચોકડી થઈ સન ફાર્મા રોડ ને જોડતો મુખ્ય રસ્તો અને એકતાનગર ને જોડતા તેમજ 12મીટર ના અન્ય રસ્તા ખૂબ જ ખરાબ હાલતમાં છે.અસફાક મલિકની આગેવાનીમાં તાંદલજા સોસાયટી સંગઠન બનાવવામાં આવ્યું છે અને આ સંગઠનના અગ્રણીઓ પાલિકાની વડી કચેરીમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તાંદલજા વિસ્તારમાં આ છે પંદર હજાર જેટલાં ઘરો આવેલા છે અને તેમના થકી 25 કરોડથી વધુ વેરો પાલિકામાં ભરવામાં આવે છે.પરંતુ આ વેરા ની સામે વર્ષે એક કરોડ જેટલું બજેટ પણ આ વિસ્તાર માટે ખર્ચ કરવામાં આવતું નથી અને તેના કારણે જો વિસ્તારમાં રોડ રસ્તા બનાવવામાં નહીં આવે તો અસહકારની લડત ચલાવી ના કરનું આંદોલન શરૂ કરવામાં આવશે .

આ અંગે છેલ્લા ચાર વરસથી રજૂઆતો કરવામાં આવી રહી છે પણ કોઈ નિરાકરણ આવ્યું નથી નવાઇની વાત તો એવી છે કે રાજવી ટાવર જે.પી.રોડ પોલીસ સ્ટેશનને જોડતો રસ્તો છેલ્લાં 16 વર્ષમાં એક પણ વખત બનાવવામાં આવ્યો નથી અને બે વર્ષ પહેલા એક વખત રિપેરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગટર લાઈન નાખવામાં આવતા આખો રસ્તો તૂટી ગયો છે તેવી જ રીતે મકરંદ દેસાઈ રોડ પર પણ નવી પાઈપ લાઈન નાખવા ના કારણે રોડ તૂટી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...