વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે તા.16 ડિસેમ્બરના રોજ યોજાશે અને તે માટેનું જાહેરનામુ આજે ચૂંટણી અધિકારીએ પ્રસિદ્ધ કર્યું હતું. મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારકેશ હરિભક્તિએ જણાવ્યું હતું કે, તા.16 ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણીનું મતદાન નવા કોર્ટ સંકુલમાં એડવોકેટ હાઉસ ખાતે સવારના 10થી સાંજના 5 વાગ્યા સુધી યોજાશે. તા.30 નવેમ્બર સુધીમાં મેમ્બર ફી ભરી શકાશે. તા.20 નવેમ્બરથી ફોર્મ આપવાની શરૂઆત થશે અને તા.30 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. તા.3 ડિસેમ્બરે ફોર્મની ચકાસણી થશે.
તા.4 ડિસેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. તા.5 ડિસેમ્બરે ઉમેદવારોનું ફાઇનલ લિસ્ટ જાહેર થશે.તા.8 ડિસેમ્બરે ફાઇનલ મતદાર યાદી બહાર પડશે. તા.16 ડિસેમ્બરે મતદાન પુરૂ થયા બાદ મતગણતરી શરૂ કરવામાં આવશે. વકીલ મંડળમાં પ્રમુખ, ઉપપ્રમુખ,સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, ટ્રેઝરર, લાઇબ્રેરી સેક્રેટરીના હોદ્દાની એક એક બેઠક છે. જ્યારે મેનેજિંગ કમિટીની કુલ દસ બેઠક છે અને તેમાં મહિલા એડવોકેટ માટે બે બેઠક રિઝર્વ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.