તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:સૂર્યનગરી ટ્રેનના અંકલેશ્વર, આણંદ સ્ટોપેજ ઓચિંતા રદ

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
મોહંમદ હબીબ લોખંડવાલા, પેસેન્જર એસો. - Divya Bhaskar
મોહંમદ હબીબ લોખંડવાલા, પેસેન્જર એસો.
 • રોજ અપડાઉન કરતા નોકરિયાત વર્ગની હાલાકી વધશે
 • આંદોલનને લીધે 9મીએ બાંદ્રા-અમૃતસર ટ્રેન ચંદીગઢ સુધી જશે

રેલવે દ્વારા કોરોના દરમિયાન માત્ર સ્પેશિયલ ટ્રેન ચલાવાઈ રહી છે ત્યારે સયાજીનગરી ટ્રેન બાદ વધુ એક ટ્રેન ને અંકલેશ્વર ભરૂચ વચ્ચેનું સ્ટોપેજ કાઢી નખાતા મુસાફરો અને નોકરિયાત વર્ગને હેરાન થવું પડે છે. ચાર દિવસ અગાઉ બાંદ્રા જોધપુર સૂર્યનગરી ટ્રેનનો અમદાવાદ તરફના આણંદ અને સુરત તરફના અંકલેશ્વર સ્ટોપેજને કેન્સલ કરાયા છે.

વડોદરાથી આ ટ્રેન સવારે 5:30 વાગ્યાના અરસામાં ઉપડે છે. વડોદરા ટ્રેન હવે સીધી સુરત ઉભી રહેશે. જ્યારે રિટર્નમાં સાડા છ વાગ્યાના અરસામાં ભરૂચ અંકલેશ્વરથી વડોદરા અને આણંદ આવતા મુસાફરો હવે આ ટ્રેનનો લાભ નહીં લઇ શકે એવી જ રીતે વડોદરાથી સીધી અમદાવાદ ઊભી રહેશે. કોરોનામાં સિડ્યુલ ટ્રેન બંધ કરાઈ છે ત્યારે વડોદરા થી નજીક ના ડેસ્ટિનેશન પર જવા માટે મુસાફરોને માત્ર બસ ઉપર નિર્ભર રહેવું પડે છે. ખેડૂત આંદોલનને લીધે કોરોના સ્પેશિયલ ટ્રેન પૈકીની બાંદ્રા અમૃતસર ટ્રેન અંશત: રદ કરાઈ છે.

સ્ટોપેજ બંધ થતાં યાત્રી પર ભારણ વધશે
વેસ્ટર્ન રેલવેના જીએમને પેસેન્જર એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી વડોદરા આવેલા જીએમને સાંસદ દ્વારા પણ નોકરિયાત વર્ગનો પ્રશ્નો ઉકેલવા રજૂઆત કરાઇ હતી. 20,000માં નોકરી કરતા વ્યક્તિને મહિને 6000 હજાર ભાડું ખર્ચવું પડે છે. અંદાજે 500 લોકો સુરત, અંકલેશ્વર, આણંદ તરફના આ ટ્રેનનો ઉપયોગ કરતા હતા. - મોહંમદ હબીબ લોખંડવાલા, પેસેન્જર એસો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો