તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:અંકિત કરગર્યો, માર નહીં, મારી મમ્મી જે જોઇતું હશે તને આપશે

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
વિદ્યાર્થી અંકિત પ્રજાપતિની ફાઇલ તસવીર. - Divya Bhaskar
વિદ્યાર્થી અંકિત પ્રજાપતિની ફાઇલ તસવીર.
 • અપશબ્દો બોલ્યાની અદાવતમાં કિશોરની હત્યા કરી હતી
 • હત્યા પછી અંકિતના મૃતદેહને મહીમાં ફેંકવાનો ઇરાદો હતો

ડભોઇ રોડ પરની રાજનગર સોસાયટીમાં રહેતા 10માં ધોરણના વિદ્યાર્થી અંકિતની હત્યા પછી પણ હત્યારા અનિલ ભરવાડના ચહેરા પર કોઇ પસ્તાવો ન હતો ,લોકઅપમાં પણ તે નિશ્ચિંત દેખાતો હતો. સૂત્રોએ જણાવ્યું કે, અનિલે હુમલો કર્યો ત્યારે લોહીલુહાણ હાલતમાં અંકિત કરગરી પડ્યો હતો કે, મને માર નહીં તારે જે જોઇતું હશે તે હું મારી મમ્મીને કહીને આપી દઇશ, છતાં અનિલે હુમલો કર્યો હતો.

દેણાની સીમમાંથી ગુરુવારે અંંકિત પ્રજાપતિની હત્યા કરાયેલી લાશ મળી હતી. તાલુકા પોલીસના પીએસઆઇ જે.ડી. સરવૈયા અને જિલ્લા એલસીબીના પીઆઇ ડી.બી.વાળાએ ગુનો નોંધી યોમ ઉર્ફે અનિલ હમીરભાઇ ભરવાડ, તેના સાગરીત દિલીપ હમીરભાઇ ભરવાડ અને એક સગીરને દબોચી લીધા હતા. તપાસમાં અનિલ ભરવાડે 30 નવેમ્બરે સાંજે કપુરાઇ ચોકડી પાસેના શિવશક્તિ પાનના ગલ્લે અંકિત અને તે ભેગા થયા ત્યારે અપશબ્દો બોલતાં અદાવત રાખી હત્યા કરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, અંકિતને કારમાં બેસાડી હાઇવે પર ગયા બાદ અનિલે ડ્રાઇવર સીટના કવરમાં છુપાવેલી છરી બહાર કાઢી અંકિતના ગળા પર ફેરવી દીધી હતી. હત્યારાઓનો ઇરાદો લાશને મહીસાગરમાં ફેંકવાનો હતો પણ ટ્રાફિક વધુ હોવાથી તે પરત ફર્યા હતા અને દેણાની સીમમાં લાશ ફેંકી દીધી હતી.

અનિલ અને દિલીપને 5 દિવસના રિમાન્ડ
તાલુકા પોલીસે અનિલ ભરવાડ અને દિલીપને શનિવારે અદાલતમાં રજૂ કરી 9 તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. હત્યારાઓએ ઉપયોગમાં લીધેલી સ્વિફ્ટ કાર અને મૃતકનો ફોન કબજે કરવા તથા હત્યારાઓનાં કપડા રિકવર કરવા સહિતના મુદ્દા પર તપાસ શરૂ કરાઈ હતી. અનિલના પિતા જમીન લે-વેચનું કામ કરે છે, જ્યારે દિલીપના પિતા દૂધનો વ્યવસાય કરે છે.

ઘર પાસે આંકડાના ઝાડમાં છરી છુપાવી
દેણા ગામ પાસે લાશ ફેંકી દીધા બાદ ત્રણે જણા પોતાના ઘેર જઈ સૂઇ ગયા હતા. જ્યારે અનિલે તેના ઘર પાછળ આંકડાના ઝાડ વચ્ચે છરી છુપાવી દીધી હતી. પોલીસે ત્રણેયને તેમના ઘરેથી જ ઝડપી લઈ છરી કબજે કરી હતી. ઉપરાંત તેમનો મોબાઇલ અને નકલી ચેઇન પણ કબજે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો