તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Anju Masi, The Leader Of Vyndhal Samaj In Vadodara, Played An Important Role In The Vaccination Campaign And Service, The Deputy Chief Minister Hailed Her As A Corona Warrior

કોરોના યોદ્ધા:વડોદરામાં વ્યંઢળ સમાજના સુકાની અંજુ માસીએ રસીકરણ અભિયાન અને સેવામાં મહત્વની ભૂમિકા ભજવી, નાયબ મુખ્યમંત્રીએ કોરોના યોદ્ધા તરીકે બિરદાવ્યા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બરાનપુરા વ્યંઢળ સમાજ કોરોના સંકટમાં સમાજના વંચિતોના પડખે અડીખમ ઉભો રહ્યો હતો અને અસહાય પરિવારોને દિલ ખોલીને સહાય કરી હતી - Divya Bhaskar
બરાનપુરા વ્યંઢળ સમાજ કોરોના સંકટમાં સમાજના વંચિતોના પડખે અડીખમ ઉભો રહ્યો હતો અને અસહાય પરિવારોને દિલ ખોલીને સહાય કરી હતી
  • સમાજ અમને ઘણું બધું આપે છે સમાજનું એ ઋણ ચૂકવવાનો કોરોના સંકટે અમને મોકો આપ્યો: સમાજ સુકાની અંજુ માસી
  • વ્યંઢળ સમાજના મોટાભાગના લોકો કોરોના રસી લઈ સુરક્ષિત થયા છે, કોરોના સામે રક્ષણ મેળવવા રસી એકમાત્ર અમોધ શસ્ત્ર છે: અંજુ માસી

કોરોના કાળમાં કોરોના વોરિયર એટલે કે, કોરોના યોદ્ધા શબ્દ ખૂબ જ પ્રચલિત બન્યો. ડોક્ટર, નર્સ સહિત પેરા મેડિકલ સ્ટાફની અગ્રીમ હરોળના એટલે ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર તરીકે ગણના થઈ. અગ્રીમ હરોળના કોરોના વોરિયરે રાત દિવસ પોતાના પરિવારની ચિંતા કર્યાં સિવાય પરિશ્રમ કરીને કોરોના સંક્રમિતોની સેવા સારવાર કરી અનેક કોરોના દર્દીઓના જીવનની રક્ષા કરી હતી. તો ધાર્મિક, સામાજિક અને સેવાભાવી સંસ્થાઓએ કોરોનાના કપળા કાળમાં જરૂરિયાત મંદોને મદદરૂપ બની કોરોના વોરિયરની ભૂમિકા અદા કરી હતી. પરંતુ, આજે આપને એવા અનોખા કોરોના વોરિયરની વાત કરવી છે કે જે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.વાત છે, વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારના વ્યંઢળ સમાજના સુકાની અંજુ માસીની..

અંજુ માસી મહા રસીકરણ અભિયાનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે
બરાનપુરા વ્યંઢળ સમાજના સુકાની અંજુ માસી સરકારના મહા રસીકરણ અભિયાનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. તેઓ કહે છે કે, અમારા સમાજના મોટાભાગના લોકો કોરોના રસી લઈ સુરક્ષિત થયા છે. જે બાકી રહ્યા છે તેઓ કોરોના સંક્રમિત હતા અને ડોકટરની સલાહ મુજબ નિર્ધારિત સમયે તેઓ પણ રસી લઈ લેશે. કોરોનાની બીજી ઘાતક લહેરમાં અંજુ માસી પણ કોરોના સંક્રમિત થયા હતા.

સામાજિક કાર્યકર્તા અને સમાજસેવીની જવાબદારી વહન કરી રહ્યા છે
અંજુ માસી બરાનપુરા વ્યંઢળ સમાજના પ્રમુખ, સામાજિક કાર્યકર્તા અને સમાજસેવીની જવાબદારી વહન કરી રહ્યા છે. વડોદરા શહેરના આ વિસ્તારમાં ૨૫૦ ઉપરાંત વ્યંઢળ સમાજના લોકો વસવાટ કરે છે. કોરોના કાળમાં અનેક સેવાભાવી સંસ્થાઓ જરૂરિયાતમંદોની વહારે આવી હતી.તો આ સમાજે પણ વિપદાની ઘડીમાં જરૂરતમંદોની સેવા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે એવી લાગણી વ્યક્ત કરતા અંજૂ માસી કહે છે કે તેરા તુજ કો અર્પણની ઉદાત ભાવના સાથે સમાજે અમને ઘણું બધું આપ્યું છે.ત્યારે સંકટની ઘડીમાં વંચિતો, જરૂરિયાતમંદોને મદદરૂપ થવું એ અમારી નૈતિક ફરજ સમજી સમાજનું એ ઋણ ચૂકવવાનો કોરોના સંકટે અમને મોકો આપ્યો છે.

સમાજ અમને ઘણું બધું આપે છે સમાજનું એ ઋણ ચૂકવવાનો કોરોના સંકટે અમને મોકો આપ્યો: સમાજ સુકાની અંજુ માસી
સમાજ અમને ઘણું બધું આપે છે સમાજનું એ ઋણ ચૂકવવાનો કોરોના સંકટે અમને મોકો આપ્યો: સમાજ સુકાની અંજુ માસી

વ્યંઢળ સમાજે જરૂરીયાતમંદોને 5 હજાર અનાજ કીટ, ભોજન અને શાકભાજીની સેવા પુરી પાડી
કોરોનાની પહેલી અને બીજી ઘાતક લહેરમાં વ્યંઢળ સમાજ દ્વારા શહેરમાં જરૂરીયાતમંદોને 5 હજાર અનાજ કીટ, ભોજન અને શાકભાજીની સેવા પુરી પાડી સમાજ સેવાનું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું. અંજુ માસીના સમાજ સેવાના કાર્યની નોંધ લઈ રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે પત્ર લખી તેમની અને સાથીઓની કોરોના યોદ્ધા તરીકેની કામગીરીને બિરદાવી છે. સમાજના અવિભાજ્ય અંગ સમાન વ્યંઢળ સમાજે વિપદ વેળાએ સમાજની સેવા કરી પ્રેરક અને અનુકરણીય કામગીરી કરી છે. સલામ છે આ કોરોના લડવૈયાઓને..

કોરોના રસી લઈ સુરક્ષિત થવા નાગરિકોને અનુરોધ કર્યો
અંજુ માસીએ કોરોના સામે રક્ષણ મેળવવા રસી એકમાત્ર અમોધ શસ્ત્ર છે, ત્યારે સૌ કોઇએ કોરોના રસી લઈ સુરક્ષિત થવા તેમને નાગરિકોને અનુરોધ કર્યો છે. અંજુ માસી આસપાસના લોકોને પણ કોરોના રસી લેવા માટે પ્રેરિત કરી રહ્યા છે.

કોઈપણ જાતના ડર કે, ભ્રમ વગર સૌને રસી લેવા અપીલ કરી
અંજુ માસી કહે છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિવિધ ધર્મના ધાર્મિક વડાઓ સહિત અનેક મહાનુભાવોએ કોરોના રસી લીધી છે. એટલે રસી સંપૂર્ણ સુરક્ષિત છે, ત્યારે કોઈપણ જાતના ડર કે, ભ્રમ વગર સૌને રસી લેવા તેમણે અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...