તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Animal Lover Speeds Up Truck Loaded With 47 Cattle From Dena Chokdi In Vadodara, Driver Absconding, Police Declare Two Accused Wanted

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પશુઓની તસ્કરીનો પર્દાફાશ:વડોદરાની દેણા ચોકડી પાસેથી જીવદયા પ્રેમીએ 47 પશુ ભરેલી ટ્રક ઝડપી પાડી, ડ્રાઇવર ફરાર, પોલીસે બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યાં

વડોદરા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
ટ્રક ડ્રાઇવર હોટલ સામે ટ્રકને ઉભી રાખી અંધારામાં નાસી છૂટ્યો હતો - Divya Bhaskar
ટ્રક ડ્રાઇવર હોટલ સામે ટ્રકને ઉભી રાખી અંધારામાં નાસી છૂટ્યો હતો
 • હરણી પોલીસે 9.02 લાખની મત્તા કબજે કરીને વધુ તપાસ શરૂ કરી

વડોદરા નેશનલ હાઇવે નંબર-48 ઉપ ક્રૂરતાપૂર્વક બાંધેલા પશુઓ ભરેલી ટ્રકને જીવદયા પ્રેમીએ પીછો કરી ઝડપી પાડી હતી. હરણી પોલીસે ખીચોખીચ 47 પશુઓ ભરેલી ટ્રક સાથે 9 લાખથી વધુની મત્તા કબજે કરી હતી અને હરણી પોલીસે બે શખસોને વોન્ટેડ જાહેર કરીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. અત્રે નોંધનીય છે કે, પશુ એટલા નિર્દયતાપૂર્વક ભર્યા હતા કે, પશુઓની ચામડી છોલાઈ જતા ઈજાઓ પણ પહોંચી હતી.

ટ્રક ચાલક અંધારાનો લાભ લઇને ફરાર થઇ ગયો
પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થામાં ફરજ બજાવતા નેહા પટેલ અમદાવાદથી વડોદરા તરફ આવી રહ્યા હતા, ત્યારે દેણા ચોકડી પાસે તેમની નજીકથી પસાર થતી ટ્રકમાં પશુ ભરેલા હોવાની શંકા જતા તેમણે ટ્રકનો પીછો કર્યો હતો. દરમિયાન ટ્રક ડ્રાઇવર હોટલ કમ્ફર્ટ ઇન સામે ટ્રકને ઉભી રાખી અંધારામાં નાસી છૂટ્યો હતો. લાકડાના પાટીયા વાડી બંધ બોડીની ટ્રકમાં તાડપત્રી હટાવીને જોતા ટ્રકમાં ખીચોખીચ ક્રૂરતાપૂર્વક બાંધેલા પશુઓ મળી આવ્યા હતા. જેમાં રૂપિયા 1.02 લાખની કિંમતના 47 નંગ પાડી અને પાડાઓ મળી આવ્યા હતા.

9.02 લાખનો મુદ્દામાલ કબજે કરીને પોલીસે કાર્યવાહી હાથ ધરી
પોલીસે પશુ અને ટ્રક સહિત રૂપિયા 9.02 લાખનો મુદ્દામાલ કબજે કરીને અજાણ્યા ટ્રક ચાલક અને પશુ ભરાવનાર શખસ વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તમામ પશુઓને હાલ સયાજીપુરા પાંજરાપોળમાં રાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો