તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:કોરોના મૃતદેહ ખાસવાડીથી ઉંડેરા સ્મશાનમાં ખસેડાતાં લોકોમાં રોષ

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ગ્રામજનોએ લાકડા ભરેલો ટેમ્પો ખાલી ન કરવા દઇ પરત મોકલ્યો હતો. - Divya Bhaskar
ગ્રામજનોએ લાકડા ભરેલો ટેમ્પો ખાલી ન કરવા દઇ પરત મોકલ્યો હતો.
 • OSDની મુલાકાત છતાં સ્મશાનમાં મૃતદેહના વ્યવસ્થાપનમાં ગોટાળો
 • સાંજે કોન્ટ્રાક્ટરે લોકોને કહ્યું કે, રાત્રે હજુ 15 બોડી માટે તૈયાર રહેજો

કોરોનાને લીધે રોજ 25થી 40 મોત થતાંખાસવાડી સ્મશાનગૃહમાં ભારણ વધી રહ્યું છે. ગુરુવારે રાત્રે કોરોનાના દર્દીઓના મૃતદેહને ઊંડેરા સ્મશાનમાં ખસેડાતાં લોકો નારાજ થયા હતા. તેમણે કોન્ટ્રાક્ટરને પૂછતાં જવાબ આપ્યો કે, ‘રાત્રે હજી 15 બોડી માટે તૈયાર રહેજો’ આટલું સાંભળતાં લોકોએ પિત્તો ગુમાવ્યો હતો. ઓએસડી ડો. વિનોદ રાવે સ્મશાનોની મુલાકાત લઈ સમીક્ષા કર્યાના ગણતરીના દિવસોમાં સ્મશાનમાં મૃતદેહોના વ્યવસ્થાપનમાં ગોટાળો સર્જાયો છે.

નારેશ્વરના દર્દીનું કોરોનાથી મોત થતાં મૃતદેહ ઉંડેરા સ્મશાનમાં ખસેડાતાં રાત્રે 600થી 700 લોકો ભેગા થયા હતા. મૃતદેહની સાથે આવેલા લાકડા ભરેલા ટેમ્પાને રવાના કરી દીધો હતો. ઉંડેરાવાસી હિતેશ દેસાઇએ જણાવ્યું કે, ‘લોકોને વિશ્વાસમાં લીધા વિના તંત્રે નિર્ણય ઠોકી બેસાડ્યો છે. સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે જણાવ્યું કે, ગ્રામવાસી શુક્રવારે સવારે 10 વાગ્યે મ્યુ. કમિશનરને આવેદન આપી વિરોધ વ્યકત કરાશે. તંત્ર દ્વારા દંતેશ્વર, ઉંડેરા, મકરપુરા અને તરસાલી સ્મશાનને પણ પસંદ કરાયા હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો