યુરોપની યુવતીનો અનોખો અંદાજ:એંજલીકાએ પતંગ ચગાવવાની સાથે લોકો સાથે ડાન્સ કર્યો, કહ્યું: 'ખૂબ મજા આવી, હવે દર વર્ષે આવીશ'

વડોદરા21 દિવસ પહેલા

વડોદરા મહાનગર પાલિકા અને ગુજરાત ટુરિઝમ દ્વારા વડોદરાના નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના પતંગોત્સવ માણવા માટે આવેલા લોકો સાથે ડાન્સ અને ફોટો પડાવી આગવું આકર્ષણ જમાવ્યું હતું. યુરોપના બેલારસ સ્ટેટની એંજલીકાએ જણાવ્યું હતું કે, વડોદરામાં પ્રથમ વખત આવી છું, વડોદરાના લોકો સાથે પતંગોત્સવ મનાવવાની મજા આવી છે. તક મળશે તો હું દર વર્ષે વડોદરા આવીશ.

યુરોપની એંજલીકાએ આકર્ષણ જમાવ્યું.
યુરોપની એંજલીકાએ આકર્ષણ જમાવ્યું.

દર વર્ષે પતંગોત્સવમાં આવીશ
યુરોપના બેલારસ સ્ટેટની એંજલીકા પતંગોત્સવનું આગવું આકર્ષણ બની હતી. તેણે પતંગોત્સવ માણવા માટે આવેલા સ્થાનિક લોકો સાથે ફોટો પડાવી તેઓની ડાન્સ કર્યો હતો. બાળકોથી લઇ મોટા લોકો સાથે એંજલીકાએ ડાન્સ કરીને ફોટો પડાવ્યા હતા. કોઇએ તેની સાથે સેલ્ફી પણ લીધી હતી. તેણે જણાવ્યું હતું કે, પ્રથમ વખત ઇન્ડિયા આવી છું અને તે પણ ગુજરાતમાં... વડોદરામાં પણ પ્રથમ વખત આવી છું. અમારા દેશમાં કાઇટ ફેસ્ટિવલ અંગે કોઇને માહિતી નથી. મને વડોદરામાં મજા આવી છે. તક મળશે તો આવતા વર્ષે પણ પતંગોત્સવમાં આવીશ. મને પતંગો ઉડાવવાનો શોખ છે.

વડોદરાના આકાશમાં પતંગો છવાઈ ગઈ.
વડોદરાના આકાશમાં પતંગો છવાઈ ગઈ.
વિશાળકાય મોટા પતંગોએ આકર્ષણ જમાવ્યું.
વિશાળકાય મોટા પતંગોએ આકર્ષણ જમાવ્યું.

પતંગ ઉડાવવાની મજા આવી
તો કોલંબીયાની સોફીયાએ જણાવ્યું હતું કે, મેં જ્યારથી સમજ કેળવી છે, ત્યારથી પતંગો આકાશમાં ઉડાવવાનો શોખ છે. આમ તો હું પ્રથમ વખત ગુજરાતમાં પતંગોત્સવમાં ભાગ લેવા માટે આવી છું. 12 ફૂટ લાંબો અને 6 ફૂટ પહોળો પતંગ લાવી છું. મને મોટા પતંગો આકાશમાં ઉડાવવાનો શોખ છે. આજે હવા હોવાથી પતંગોત્સવમાં મજા આવી છે. આજે વડોદરામાં પતંગો આકાશમાં ઉડાવવાની મજા આવી છે.

વિદેશી પતંગબાજોએ પતંગ ચગાવવાની મજા લૂંટી.
વિદેશી પતંગબાજોએ પતંગ ચગાવવાની મજા લૂંટી.
આકાશમાં પતંગ ઉડાવવાની તૈયારી કરતો વિદેશી પતંગબાજ.
આકાશમાં પતંગ ઉડાવવાની તૈયારી કરતો વિદેશી પતંગબાજ.

દંડક અને મેયરે પ્રારંભ કરાવ્યો
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહ્યો છે. આજે વડોદરાના નવલખી મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાયો હતો. આજે ઉત્સવ પ્રિય નગરી વડોદરા શહેરમાં ઇવેન્ટ કેલેન્ડરની એક વાર્ષિક પરંપરા બની ગયો છે. વડોદરા શહેરના ઐતિહાસિક નવલખી મેદાન ખાતેથી આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ વિધાનસભા મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ અને શહેર મેયર કેયુર રોકડીયા હસ્તે દેશ-વિદેશના પતંગબજોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

પવન બંધ થતા વિદેશી યુવતીનો પતંગ નીચે ઉતરી ગયો.
પવન બંધ થતા વિદેશી યુવતીનો પતંગ નીચે ઉતરી ગયો.

વિદેશી પતંગબાજોએ ડાન્સ કર્યો
વડોદરા શહેરના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની સવારથી શરૂઆત થઈ હતી. જે સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. આ પતંગ મહોત્સવમાં 19 દેશના 42 પતંગબાજો અને દેશના વિવિધ 6 રાજ્ય સહિત 60 પતંગબાજ જોડાયા હતા. આ પતંગ મહોત્સવના શુભારંભ પૂર્વે સંસ્કારી નગરીની ઓળખ સમા સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિવિધ સંગીત પર આવેલા વિદેશી મહેમાનોએ મન ભરીને ડાન્સ કરી આણંદ માન્યો હતો. ત્યાર બાદ આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

યુરોપના બેલારસ સ્ટેટની એંજલીકાએ બાળકો સાથે ડાન્સ કર્યો હતો.
યુરોપના બેલારસ સ્ટેટની એંજલીકાએ બાળકો સાથે ડાન્સ કર્યો હતો.
મહાકાય પતંગોએ આકર્ષણ જમાવ્યું હતું.
મહાકાય પતંગોએ આકર્ષણ જમાવ્યું હતું.

ગુજરાતની પરંપરાની દેશ-વિદેશમાં ઓળખ કરાવી
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં અલ્જીરિયા, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, કંબોડીયા, કોલમ્બિયા, ડેન્માર્ક, ચીલી એસ્ટોનિયા, ફ્રાંસ, જોરજીયા, ઈટલી, ગ્રીસ, જોર્ડન, બુલગેરીયા અને કોસ્ટારિકા સહિતના દેશીના પતંગબાજો જોડાયા હતા. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની કલા અને પરંપરની ઉત્કૃષ્ટ ઝાંખી જોવા મળી હતી. જે ગુજરાતની પરંપરા અને કળાની દેશ-વિદેશમાં ઓળખ કરાવી રહી છે.

નવલખી મેદાનનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું
નવલખી મેદાનનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું

વિવિધ રાજ્યના પતંગબાજોએ ભાગ લીધો
વિદેશી મહેમાનો સાથે દેશના વિવિધ રાજ્યમાં પણ પતંગો અને પતંગબાજની અવનવી પ્રથાઓ પ્રચલિત છે. આ પતંગ પર્વમાં ઉત્તરપ્રદેશ, બિહાર, કર્ણાટક, કેરાલા ,દિલ્હી, રાજસ્થાન મળીને દેશના કુલ 6 રાજ્યોના 20 પતંગબજો પ્રોત્સાહિત અને જુદા-જુદા રાજ્યમાં પ્રચલિત પતંગ સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી. તેની સાથે વડોદરા શહેરના પતંગબજો સહિત રાજ્યના વિવિધ શહેરના કાબેલ પતંગબાજો પણ જોડાયા હતા.

આકાશમાં રંગબેરંગી પતંગો ઉડ્યા હતા.
આકાશમાં રંગબેરંગી પતંગો ઉડ્યા હતા.
વિદેશી પતંગબાજ
વિદેશી પતંગબાજ

શહેરની ઐતિહાસિક ધરોહર વિશ્વ ફલક પર
આ પતંગ મહોત્સવને લઈ મ્યુનિસિપલ કમિશનર બચ્છાનિધી પાનીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત છે અને વિવિધ દેશોના પતંગબાજો પણ પોતાની નાના-મોટા પતંગો તેમજ વિવિધ ડિઝાઇનના પતંગો સાથે આવ્યા છે. આજે પતંગ મહોત્સવમાં શહેરના નાગરિકો ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે. આ પ્રકારના આયોજનો થકી વડોદરાની ઐતિહાસિક ધરોહર હેરિટેજ છે. તેની વિશિષ્ટતા આંતરાષ્ટ્રીય સ્તરે જાય તે પ્રકારના પ્રયાસો કરાય છે. તે ખૂબ મહત્વપૂર્ણ બાબત છે. આજના પતંગો ઉત્સવમાં વડોદરા શહેરની વિવિધ શાળાઓના બાળકો સહિત શહેરના પતંગ રસીયાઓ પણ પતંગોત્સવ માણવા માટે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા.

વિદેશી પતંગબાજ.
વિદેશી પતંગબાજ.

મહાનુભાવો હાજર રહ્યા
વડોદરા ખાતે યોજાયેલા પતંગોત્સવ કાર્યક્રમમાં વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુકલ અને શહેરના મેયર અને ધારાસભ્ય કેયુર રોકડિયા સહિત સાંસદ રંજન ભટ્ટ, કલેક્ટર અતુલ ગોર, મ્યુનિસિપલ કમિશ્નર બંછનિધિ પાની, ધારાસભ્યો, વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકરીઓ, નગર સેવકો અને મહાનુભાવો સહિત પતંગરસિયાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...