તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:આંગડિયાના ફરાર ડિલિવરી બોયનું મોપેડ મળ્યું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેંડા સર્કલ પાસે મોલ પાછળ બિનવારસી હાલતમાં હતું

સરદાર ભવનના ખાંચામાં આવેલી આંગડિયા પેઢીમાંથી રૂા. 12 લાખ લઈ ગાયબ કર્મચારીની પોલીસની તપાસમાં ઉપયોગમાં લીધેલું મોપેડ ગેંડા સર્કલ પાસેના સેન્ટ્રલ મોલ પાછળ બિનવારસી મળ્યું હતું.

સરદાર ભવનના ખાંચામાં આવેલી આંગડિયા પેઢીની બ્રાન્ચમાંથી રોકડા રૂા. 12 લાખ લઈ કર્મચારી પ્રશાંત મહેતા મોપેડ પર અલકાપુરી ખાતેની બ્રાંચમાં ડિલિવરી કરવા ગયો હતો. તે પછી ગાયબ થતાં કારેલીબાગ પોલીસે તપાસ શરૂ કરી છે. સ્ટેશન વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તે દેખાયા બાદ પોલીસે તલસ્પર્શી તપાસ કરતાં ગેંડા સર્કલ નજીક આવેલા સેન્ટ્રલ મોલની પાછળ પ્રશાંત મહેતાનું મોપેડ બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. પોલીસે મોપેડ કબ્જે લઈ ફરાર કર્મચારી પ્રશાંત મહેતાની સઘન શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...