તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા યજ્ઞ:વડોદરામાં મિકેનિકલ એન્જિનિયર અને એડવોકેટ કોવિડ દર્દીઓના પરિવારજનો માટે ચા-નાસ્તાની સુવિધા પૂરી પાડે છે

વડોદરા3 મહિનો પહેલા
બહારગામના દર્દીઓના સંબંધીઓ માટે વહેલી સવારે ચા-નાસ્તાની સુવિધા પૂરી પાડી રહ્યા છે.
  • દર્દીઓના સંબંધીઓ માટે કોઈ સુવિધા ન હોવાથી સેવાભાવી યુવાનો આગળ આવ્યા

હાહાકાર મચાવી રહેલા કોરોના કહેરમા અનેક સેવાભાવી સંસ્થાઓ અને સમાજ માટે કંઈક કરવાની ઈચ્છા ધરાવતા યુવાનો પણ આગળ આવ્યા છે. વડોદરાના આવા જ બે યુવાનો મિકેનિકલ એન્જિનિયર અને એડવોકેટ વહેલી સવારે કોવિડ દર્દીઓના પરિવારજનો માટે ચા-નાસ્તાની સુવિધા પૂરી પાડી રહ્યા છે.

મિતેષ (ડાબે) અને દીપ (જમણે) દ્વારા રોજેરોજ ગરમ નાસ્તો અને ચા આપવામાં આવી રહી છે.
મિતેષ (ડાબે) અને દીપ (જમણે) દ્વારા રોજેરોજ ગરમ નાસ્તો અને ચા આપવામાં આવી રહી છે.

તંત્ર દ્વારા દર્દીના પરિવારજન માટે કોઈ વ્યવસ્થા નહીં
વડોદરામાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં હજારોની સંખ્યામાં કોવિડના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં ખાસ કરીને સરકારી તંત્ર દ્વારા કોવિડના દર્દીઓની સારવાર માટે ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધાઓ સાથે સરકારી ઇમારતો અને ધાર્મિક સંસ્થાઓના પટાંગણમાં કામ ચલાઉ હોસ્પિટલ શરુ કરવામાં આવી છે. તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી આ કામ ચલાઉ હોસ્પિટલોમાં દર્દીઓને ચા, નાસ્તો તેમજ જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. પરંતુ દર્દીઓના સંબંધીઓ માટે જરૂરી ચા-નાસ્તો તેમજ જમવાની સુવિધા ન હોઇ, તેવા લોકો માટે સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી યુવાનો આગળ આવ્યા છે.

પ્રતિદિન 150થી 200 જેટલા લોકોને સવારનો ચા-નાસ્તો પૂરો પાડી રહ્યા છે.
પ્રતિદિન 150થી 200 જેટલા લોકોને સવારનો ચા-નાસ્તો પૂરો પાડી રહ્યા છે.

સમોસા, બટાકા પૌઆ જેવો નાસ્તો આપે છે
વડોદરામાં રહેતા અને મિકેનિકલ એન્જિનિયર થયેલા મિતેશ વડગામા અને કંપની સેક્રેટરી તરીકે કામ કરતા એડવોકેટ દીપ અગ્રવાલ દ્વારા પોલિટેકનીક કોલેજ સ્થિત સમરસ હોસ્ટેલ ખાતે તૈયાર કરાયેલ કામ ચલાઉ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બહારગામના દર્દીઓના સંબંધીઓ માટે વહેલી સવારે ચા-નાસ્તાની સુવિધા પૂરી પાડી રહ્યા છે. આ યુવાનો દ્વારા રોજેરોજ ગરમ નાસ્તો અને ચા આપવામાં આવી રહી છે. આ યુવાનો પ્રતિદિન 150થી 200 જેટલા લોકોને સવારનો ચા-નાસ્તો પૂરો પાડી રહ્યા છે. યુવાનો દ્વારા સમોસા, બટાકા પૌઆ જેવો નાસ્તો આપવામાં આવી રહ્યો છે.

યુવાનો દ્વારા સમોસા, બટાકા પૌઆ જેવો નાસ્તો આપવામાં આવી રહ્યો છે.
યુવાનો દ્વારા સમોસા, બટાકા પૌઆ જેવો નાસ્તો આપવામાં આવી રહ્યો છે.

સરકારની આલોચના કરવાને બદલે આપણે શું કરી શકીએ છે તે અગત્યનું
મિકેનિકલ એન્જિનિયર થયેલા અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું કામ કરતા મિતેશ વડગામાએ જણાવ્યું હતું કે કોરોનાની કપરી મહામારીમાં સરકારની આલોચના કરવાને બદલે આપણે શું કરી શકીએ છે તે અગત્યનું છે. આ વાતને ધ્યાનમાં રાખીને હું અને મારા મિત્ર દીપ અગ્રવાલ સમરસ હોસ્ટેલ સ્થિત કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓના સંબંધીઓને સવારે ચા અને નાસ્તો પુરો પાડી રહ્યા છે. અમારા આ કાર્યમાં સેવાભાવી લોકો પણ પરોક્ષ રીતે જોડાયેલા છે. જે લોકોને અમારા આ સેવાકાર્યની ખબર પડી છે તેવા સેવાભાવી લોકો અમારો સંપર્ક કરીને ચા-નાસ્તાની સુવિધા કરી આપે છે.

સેવાના આ કાર્યમાં સેવાભાવી લોકો પણ પરોક્ષ રીતે જોડાયેલા છે.
સેવાના આ કાર્યમાં સેવાભાવી લોકો પણ પરોક્ષ રીતે જોડાયેલા છે.

લોકોને સવારે ચા પીવા માટે પણ બે કિલોમીટર સુધી જવું પડે છે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોરોનાની આ મહામારીમાં અમોએ સર્વે કરતાં ખબર પડી હતી કે હોસ્પિટલોમાં સારવાર રહેલા દર્દીઓને ચા, નાસ્તો અને જમવાનું મળી રહે છે. પરંતુ બહારગામના સારવાર લેતા દર્દીઓના સંબંધીઓને સવારે ચા અને નાસ્તો મળતો નથી, તે લોકોને સવારે ચા પીવા માટે પણ બે કિલોમીટર સુધી જવું પડે છે. આ બાબત ધ્યાનમાં આવતા અમો બન્ને મિત્રોએ સમરસ હોસ્ટેલ સ્થિત કોવિડ હોસ્પિટલ ખાતે ઉભા કરાયેલા સેન્ટરમાં ચા-નાસ્તાની સુવિધા પૂરી પાડવાનું નક્કી કર્યું હતું.

સેવાભાવી લોકો સંપર્ક કરીને ચા-નાસ્તાની સુવિધા કરી આપે છે.
સેવાભાવી લોકો સંપર્ક કરીને ચા-નાસ્તાની સુવિધા કરી આપે છે.

જે કામ કરી રહ્યા છે તેનાથી સંતોષઃ સેવાભાવી યુવાનો
આજે અમે બંને મિત્રો રોજ સવારે ચા અને નાસ્તો પૂરો પાડી રહ્યા છે. આવનારા દિવસોમાં શક્ય હશે તો અન્ય કોવિડ સેન્ટરોમાં પણ ચા, નાસ્તા ની સુવિધા પૂરી પાડવા અમારું આયોજન છે. મિતેષ વડગામા અને દીપ અગ્રવાલે જણાવ્યું કે અમે જે કામ કરી રહ્યા છે તેનાથી અમો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. તે સાથે અમો સમાજ માટે અમારાથી થતું કાર્ય કરી આનંદ વ્યક્ત કરી રહ્યા છે. અમારું આ કાર્ય જ્યાં સુધી કોરોના ચાલશે ત્યાં સુધી ચાલુ રાખીશું.