તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:ભાજપ અને કોંગ્રેસના મેન્ડેટ 2 કલાક પહેલાં મળતાં અંધાધૂંધી

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
કલેકટર કચેરી ખાતે છેલ્લા દિવસે ફોર્મ ભરવા આવેલાં ઉમેદવારો તેમજ ટેકેદારોની ભારે ભીડ જામી હતી. - Divya Bhaskar
કલેકટર કચેરી ખાતે છેલ્લા દિવસે ફોર્મ ભરવા આવેલાં ઉમેદવારો તેમજ ટેકેદારોની ભારે ભીડ જામી હતી.
 • અંતિમ દિવસે ભાજપ- કોંગ્રેસ સહિત 476 ફોર્મ ભરાયાં
 • ઉમેદવારોના જીવ તાળવે ચોંટ્યા, છેલ્લી ઘડી સુધી દોડધામ

ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ- કોંગ્રેસ સહિત 476 ઉમેદવારોએ ફોર્મ ભરતા કુલ સંખ્યા 542 થઇ હતી. ભાજપ - કોંગ્રેસનું મિસ મેનેજમેન્ટના પગલે છેલ્લી ઘડી સુધી ફોર્મ ભરવા માટે ઉમેદવારોમાં દોડધામ મચી જવા પામી હતી. ભાજપનો મેન્ડેટ 1.45 વાગે અને કોંગ્રેસના મેન્ડેટ બપોરે 1 વાગ્યા પછી આવ્યા હતા. ફોર્મ ભરવાની મોત 3 વાગે પૂરી થતી હોવાથી છેલ્લી ઘડીએ મેન્ડેટ આવતા ઉમેદવારો સલવાયા હતા. તેમજ ડોકયુમેન્ટ ભેગા કરવા માટે ઉમેદવારોને ધક્કા ખાવાનો વારો આવ્યો હતો.

ઉમેદવારી પત્રો ભરવા માટે ભારે ભીડ જોવા મળી હતી. બર્થ સર્ટીફીકેટ લેવા, બેંક પાસબુક સહિતના પૂરાવા માટે ઉમેદવારો દોડતા નજરે પડયા હતા. હર હંમેશની જેમ કોંગ્રેસ ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે વેર વિખેર જોવા મળી હતી. કોઇ પણ પ્રકારનું મેનેજમેન્ટ જોવા મળ્યું ના હતું. સવારથી જ મેન્ટેડ માટે ઉમેદવારોને દોડવાનો વારો આવ્યો હતો. ઉમેદવારો મેન્ડેટની રાહ જોયા કરતા હતા. વોર્ડ નંબર 18 માં ચિરાગ ઝવેરીને તેની પેનલનો મેન્ડેટ બપોરે 1 વાગ્યે આપવામાં આવી હતી.

ઘણી બધી જગ્યાએ ઉમેદવારી પત્રો ભરવા આવેલા ઉમેદવારો સાથે માત્ર ટેકેદારો નજરે પડયા હતા. કાર્યકરોની ખોટ કોંગ્રેસના ઉમેદવારોને વર્તાઇ હતી. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની પેનલ એક સાથે ઘણી બધી જગ્યાએ ઉમેદવારી પત્રો ભરવા માટે ભેગી થઇ ગઇ હતી. વોર્ડ 12 ના આરપીઆઇના ઉમેદવારે 2.57 વાગ્યે ફોર્મ ભરવા એન્ટ્રી અપાઇ હતી.

ડો.જ્યોતિ પંડ્યા ભાજપના ઉમેદવારના મેન્ડેટ લઈને આવ્યાં. (બપોરે 1.45 વાગે)
ડો.જ્યોતિ પંડ્યા ભાજપના ઉમેદવારના મેન્ડેટ લઈને આવ્યાં. (બપોરે 1.45 વાગે)

બંને પક્ષના ટેકેદારો વચ્ચે ઓફિસમાં જવા બોલાચાલી
જિલ્લા પંચાયત ખાતે બપોરે 2 વાગે ભાજપ અને કોંગ્રેસ પક્ષની 2 પેનલ ફોર્મ ભરવા આવી હતી. અધિકારીની કેબિનમાં પહેલેથી ફોર્મ ભરવા બેઠેલા ઉમેદવારો અને બહાર રાહ જોતા ટેકેદારો વચ્ચે અધિકારીની કેબિનમાં જવા માટે બોલાચાલી થઈ હતી.

કોંગ્રેસના બાકી 7 નામમાં હેમાંગિની -અતુલને ટિકિટ
કોંગ્રેસ દ્વારા અંતિમ ઘડીએ 7 ઉમેદવારોની જાહેરાત કકરાઇ હતી. વોર્ડ નંબર 1 માં અતુલ પટેલને કાપીને પાસના હરીશ પટેલને ટિકિટ અપાતા બળવો કરે તેવા ડરે વોર્ડ નંબર 2 માંથી અતુલને ટિકિટ અપાઇ હતી.નવા 7 ઉમેદવારોમાં વોર્ડ 2માં અતુલ પટેલ, વોર્ડ 3માં રોનક પરીખ, વોર્ડ 10માં રંજન બ્રહ્મભટ્ટ, અશફાક મલિક, વોર્ડ 12માં ચિરાગ શાહ, વોર્ડ 14 હેમાંગીની કોલેકર, વોર્ડ 15 નિલેશ ખત્રીનો સમાવેશ થાય છે.

કોંગી ઉમેદવારો 2 વાગે આવતાં દાદર ચઢી નવમા માળે પહોંચ્યા
જિલ્લા પંચાયતના સેન્ટ ખાતે કોંગ્રેસના વોર્ડ 12ના ઉમેદવાર ચિરાગ શાહ અને વોર્ડ 10ના અસ્ફાક મલેક બપોરે 2 વાગ્યે પહોંચતાં ભારે ભીડના કારણે અટવાયા હતા. તેઓએ લિફ્ટનો ઉપયોગ કરવાનું ટાળી 9 માળ સુધી દાદર ચઢી કચેરીમાં પહોંચ્યા હતા. જયારે બીજી તરફ વોર્ડ 11નાં કોંગ્રેસ મહિલા ઉમેદવારના ફોર્મમાં ભૂલ જણાતાં દોડધામ મચી હતી. તે સમયે કોંગ્રેસના આગેવાન પ્રેગ્નેશ તેવરે ઉમેદવારની સાથે કચેરીની બહાર નીચે બેસી ફોર્મ ભરવાનું શરૂ કર્યું હતું.

પ્રભુ સોલંકીની પત્ની પારૂલબેનને માસ્ક પહેરવા અધિકારીની ટકોર
કોંગ્રેસના વોર્ડ 6નાં ઉમેદવાર પારૂલબેન પ્રભુભાઈ સોલંકી ચૂંટણી અધિકારીને ફોર્મ સુપરત કરી રહ્યાં હતાં તે દરમિયાન ફોટોગ્રાફરના કહેવાથી તેમણે મોઢા પરનું માસ્ક દૂર કર્યું હતું. જેથી ચૂંટણી અધિકારીએ આદેશ કર્યો હતો કે, ફોર્મ આપવું હશે તો માસ્ક પહેરેલું હોવું જોઈએ. જેથી પારૂલબેને માસ્ક પહેરી ફોર્મ સુપરત કર્યું હતું. કોંગ્રેસના વોર્ડ 6ના ઉમેદવારો પણ પોતાની જાતે આવી જતાં તમામ ઉમેદવારોની રાહ જોયા વગર જ ફોર્મ ભરવા માડ્યાં હતાં.

એફિડેવિટ બાકી હોવાથી કોંગ્રેસનાં ઉમેદવાર હેમા બામલેકર રડી પડ્યાં
બપોરે 2 વાગ્યા સુધી કોંગ્રેસની વોર્ડ 5ની પેનલમાં ઊભાં રહેલાં હેમાબેન બામલેકરનું એફિડેવિટ કરવાનું બાકી હતું. જ્યારે તેમને છોડીને પેનલના અન્ય 3 ઉમેદવારો ચૂંટણી અધિકારી પાસે આવી જતાં તેઓ હિંમત હારી ગયાં હતાં. એફિડેવિટ માટે વકીલ ન મળતાં દોડધામ મચી હતી. આખરે નીલાબેન શાહ તેમની મદદે દોડી આવ્યાં હતાં. તેમને જોતાં હેમાબેન ચોધાર આંસુએ રડી પડ્યાં હતાં.

આખરે તેમનાં ડોક્યુમેન્ટ પૂરા કરાવી ફોર્મ ભરાતા હાશકારો થયો હતો. વોર્ડ 4ના ભાજપના ઉમેદવારો નૈતિક શાહના એફિડેવિટમાં પણ શુક્રવારે ભૂલ થઈ હોવાથી તેઓ ચૂંટણી અધિકારીની ઓફિસમાં નર્વસ થયા હતા.

આખી રાત ભાજપનું કાર્યાલય ધમધમ્યું, લીગલ સેલને ઉજાગરા
પાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવા તેમજ કાયદાકીય કોઈ ક્ષતિ ન રહી જાય તે માટે ભાજપ કાર્યાલયમાં આખી રાત ચકાસણી ચાલુ રહી હતી અને તેના કારણે લીગલ સેલના વકીલો અને સંગઠનના હોદ્દેદારોને ઉજાગરા કરવા પડયા હતા. કેટલાક ઉમેદવારો પોતાના મતદાર ક્રમાંક યાદ રહે તે માટે જે તે મતદાર યાદીમાંથી પોતાના નામના ઉલ્લેખવાળા પાનાં ફાડીને લઈ ગયા હોવાનું પણ જાણવા મળે છે.

​​​​​​​

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો