અકસ્માત:વડોદરામાં આણંદના કાર ચાલકને અકસ્માત : એકનું મોત, ત્રણ ગંભીર

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકો ક્યાં જઈ રહ્યાં હતાં તે તમામના માતા-પિતાને જાણ નહોતી

આણંદના 4 યુવકો મંગળવારે ભરૂચ તરફ જઈ રહ્યા હતા ત્યારે સવારના 4 વાગ્યાના સુમારે ગાડી દરજીપુરા નજીક ડિવાઈડર સાથે અથડાતા વરસાદી કાંસમાં ખાબકી હતી. ફાયર લાશ્કરોએ કારને કાંસમાં કાઢીને યુવકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં 1 યુવકનું મૃત્યું થયું હતું, જ્યારે બીજા 3 યુવકોની હાલત ગંભીર છે.

આણંદ ખાતે રહેતા તપસ પટેલ, હિમાંશુગીરી ગોસ્વામી, ઋત્વીક સુકવાસ અને રાજનગીરી ગોસ્વામી મંગળવારે આંણદથી ભરૂચ તરફ જઈ રહ્યા હતા, ત્યારે બુધવારે આશરે સાડા ચારના સુમારે દરજીપુરા પાસે પહોંચતા રાજનગીરીએ કાર સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાડર સાથે અથડાઈને વરસાદી કાસમાં ખાબકી હતી. જેથી રાહદારીએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા લાશ્કરો ઘટના સ્થળે આવીને કારને કાંસમાંથી કાઢી યુવકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.

આ બાબતે તપસ પટેલના પિતા ભરત પટલે જણાવ્યું હતું કે, તેમનો દીકરો વિદ્યાનગર ખાતે અભ્યાસ કરે છે. તેનો મંગળવારે ફોન આવ્યો હતો કે તે માસીના ઘરે જાય છે તેથી તે વિદ્યાનગર ખાતે રહેતી મારી સાળીના ઘરે ગયો હતો, ત્યાંથી તે પોતાના મિત્ર સાથે ફરવા ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...