કપડવંજ-વડોદરાની બસમાં સ્કૂલ બેગમાં દેશી દારૂની ખેપ લઈને આવતા 3 વ્યક્તિઓની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આણંદના રૂપારેલ ગામના ત્રણેય વ્યક્તિઓ પાસેથી કાળા કલરની 3 સ્કૂલ બેગમાંથી 18 લિટર દેશી દારૂ કબજે કર્યો હતો.
સયાજીગંજ પોલીસને કંટ્રોલરૂમ તરફથી વર્ધી મળી હતી કે, કપડવંજ-વડોદરાની બસમાં 4 વ્યક્તિઓ સ્કૂલ બેગમાં દેશી દારૂની ખેપ લઈને વડોદરા આવી રહ્યા છે. પોલીસે કાલાઘોડા સર્કલ ખાતે વોચ ગોઠવતાં કપડવંજ તરફથી આવેલી બસમાંથી 3 વ્યક્તિઓ કાળા કલરની સ્કૂલ બેગ લઈને નીચે ઊતર્યા હતા. પોલીસે ત્રણેય વ્યક્તિઓને ઝડપીને તપાસ કરતાં સ્કૂલ બેગમાંથી રૂા.360ની કિંમતનો 18 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે અનીલ રાજેશભાઈ તળપદા, કેતન ગોપાલભાઈ તળપદા અને વિશાલ વિઠલભાઈ તળપદા (ત્રણેય રહે. રૂપારેલ, આણંદ)ની ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.