તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કારના કાચ તોડીને ચોરી કરતો અઠંગ ચોર પકડાયો, પાર્કિંગમાં પોતાની કાર મૂકી રેકી કરતો હતો

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • રાજ્યમાં 8 સ્થળે થયેલી ચોરીના ભેદ ખૂલ્યા

રાજ્યમાં મોલ, પાર્ટી પ્લોટ તથા જાહેર પાર્કિંગનાં સ્થળોએ પોતાની કાર પાર્ક કરી રેકી કર્યા બાદ કારના કાચ તોડી સામાનની ચોરી કરનારા અઠંગ ચોરને પીસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. તપાસમાં વડોદરા સહિત અલગ-અલગ શહેરોમાં 8 ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. શહેર પીસીબી પીઆઇ જે.જે. પટેલ અને તેમની ટીમને બાતમી મળી હતી કે, રાજ્યભરમાં મોલ, પાર્ટી પ્લોટ તથા જાહેર પાર્કિંગનાં સ્થળોએ મૂકેલી કારના કાચ તોડી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો અકીલ સલીમ વ્હોરા (આણંદ) ચોરીનો સામાન વેચવા ગોત્રીમાં ગદાપુરા રોડ પરથી પસાર થવાનો છે.

જેથી પોલીસે અકીલ વ્હોરાને ઝડપી તેની તલાશી લેતાં 9 મોબાઇલ, 1 લેપટોપ, 7 કાંડા ઘડિયાળ અને 1550 રોકડા મળ્યા હતા. પોલીસે તેની પાસેની ઓપ્ટ્રા કાર કબજે કરી રૂા. 3.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.અકીલની પૂછપરછ કરાતાં તેણે ઘટસ્ફોટ કર્યો હતો કે, તે કારના કાચ તોડીને ચોરી કરે છે. ચોરી કરવા તે પોતાની કાર લઇને નીકળતો હતો તથા મોલ, પાર્ટી પ્લોટ કે જાહેર પાર્કિંગમાં પાર્ક કરેલી કારની પાસે પોતાની કાર મૂકી બાદ રેકી કરીને પથ્થર વડે કાચ તોડી કારમાંથી સામાન ચોરી કરતો હતો.

તેણે વડોદરા ઉપરાંત અમદાવાદ, આણંદ, નર્મદા અને બનાસકાંઠામાં ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. તપાસમાં ગોત્રી પોલીસમાં 2, હરણી પોલીસમાં 1, સમા પોલીસમાં 1 તથા નરોડા પોલીસમાં 1, બનાસકાંઠાના અમીરગઢ પોલીસમાં 1, પેટલાદ પોલીસમાં 1 અને નર્મદામાં 1 મળીને ચોરીના 8 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. ભૂતકાળમાં આણંદમાં 4, સયાજીગંજ પોલીસમાં 1 અને ખેડાના સેવાલિયામાં 1 મળી 6 ગુના નોંધાયા હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો