ભારતના આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંગે મંગળવારે સયાજીરાવ નગરગૃહમાં ધાર્મિક સંસ્થાઓ, વેપારીઓ અને ગણેશ મંડળો સાથે બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં 13થી 15 ઓગષ્ટ દરેક ઘર-ફ્લેટ, ઓફિસ અને કારખાના પર તિરંગો લગાવાય તેવી અપીલ મ્યુનિ કમિશનર શાલિની અગ્રવાલ અને મેયર કેયુર રોકડીયાએ કરી હતી.
વેપારીઓએ 10 હજાર તિરંગાનો ઓર્ડર લખવા મેયરને જણાવ્યું હતું.મ્યુનિ.કમિ.શાલિની અગ્રવાલે જણાવ્યું કે, પાલિકા 7 ઓગષ્ટથી દરેક વોર્ડ ઓફિસમાં તિરંગો અને તેની સ્ટીકનું વેચાણ શરૂ કરશે. આ ધ્વજ 20 બાય 30નો હશે જેનો ભાવ રૂા.25 છે. સ્ટીક સાથે ધ્વજ લગાવવા સ્ટેપલ ગન વોર્ડ ઓફિસે મુકાશે. મોટા ધ્વજ ખાદી ગ્રામોદ્યોગથી ખરીદી શકશે.મેયરે જણાવ્યું કે, તિરંગો ઘર પર ફરકાવવા નિયમો હતાં. પરંતું હવે છુટછાટ છે. પોલીએસ્ટરના કાપડના તિરંગાનો ઉપયોગ કરી શકાશે. 13, 14 અને 15 ઓગષ્ટ સુધી તિરંગો ફરકાવી શકાશે.
મંદિર પર ભગવા ધ્વજ સાથે પણ તિરંગો લગાવો
મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, કોઈ મંદિર પર કેસરીયો ધ્વજ લાગ્યો હોય તો તેની સાથે પણ તિરંગો લગાવજો, પરંતું કેસરીયા ધ્વજથી તિરંગો ઉપર રહેવો જોઈએ. જેથી તિરંગાનું માન જળવાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.