તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રખડતા ઢોરનો ત્રાસ:વડોદરામાં ગાયે ભેટી મારતા વૃદ્ધ મહિલાનું મોત, દિવાળીના પર્વે અંતિમ યાત્રા કાઢવામાં આવી

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરના તમામ વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યા વકરી

શહેરમાં રખડતા ઢોરના ત્રાસ વચ્ચે ગાયે ભેટી મારતા વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું હતું. જેના કારણે સંબંધીઓમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. દિવાળીના પર્વે મૃતકની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.

વૃદ્ધ મહિલાને માથા, હાથના ભાગે ઈજા થઈ હતી
પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ દિપકનગરની નજીક રણછોડજી મંદિરની સામે રહેતા વિધવા જીવીબેન બે-ત્રણ દિવસ અગાઉ પોતાના નિત્યક્રમ મુજબ મળસ્કે ઘર માટે દૂધ લેવા નીકળ્યા હતા. આ સમયે અહીં રખડતી એક ગાયે તેમને ભેટી મારી હતી. જેથી તેઓ રોડ પર પટકાયા હતા. તેમને માથા, હાથના ભાગે ઈજા થઈ હતી. તેમજ પગના ભાગે કરવામાં આવેલ ઓપરેશનને પણ નુકસાન થયું હતું. નજીકમાં જ રહેતા જીવીબેનના સંબંધીઓને ઘટનાની જાણ કરાતા તેઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક મહિલાને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. તબીબી તપાસમાં ખાસ કરીને કરેલા ઓપરેશનમાં નુકસાન થયું હોવાની વિગત જાણવા મળી હતી. આખરે જીવીબેનનું મોત નીપજયું હતું.

મૃતક વિધવા હતા અને કોઈ સંતાન ન હતું
વિધવા જેવી બેનની દિવાળીના પર્વના રોજ અંતિમ યાત્રા નીકળી હતી. જેથી સંબંધીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલિકાનું તંત્ર ગમે તેટલા ખોટા દાવા કરે પરંતુ હાલ શહેરના તમામ વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યા વકરી છે. જ્યાં સુધી તેઓ દ્વારા ગોપાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી નિર્દોષ વ્યક્તિઓનો જીવ લેવાની પરંપરા ચાલતી રહેશે. જીવીબેન વિધવા હતા અને તેમને પરિવારમાં કોઈ સંતાન ન હતું. જેથી જવાબદાર ગોપાલક વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કે કાનૂની પ્રક્રિયા થશે? તે મામલે હાલ પ્રશ્નાર્થ સર્જાયો છે. તેમની મદદે કોઈ આગળ આવે તો એમને સાચો ન્યાય મળી શકે એમ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો