તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ફતેગંજમાં વહેલી સવારે દૂધ લેવા જતી વૃદ્ધાને ગાયે ભેટી મારતાં મોત

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રખડતાં ઢોરો મામલે પાલિકાની બેદરકારી ફરી ઉઘાડી પડી
 • રોડ પર પટકાયેલી વૃદ્ધાને થયેલી ઇજા જીવલેણ નીવડી

સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં રખડતા ઢોરના ત્રાસ યઠવાત જોવા મળી રહ્યો છે. ફતેગંજમાં દૂધ લેવા જઇ રહેલા વૃદ્ધાને ગાયે ભેટી મારતા વૃદ્ધ મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે ઘરે લાવ્યા બાદ તેઓનું મોત નિપજ્યું હતું. રખડતા ઢોરો મામલે પાલિકા તંત્રની બેદરકારી અને બેજવાબદારી નીતિના કારણે પરિવારમાં સપરમા દહાડે ઘેરા શોકની લાગણી પ્રવર્તી હતી.

સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેના કારણે રોજબરોજ અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે. તદુપરાંત કેટલાક નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. શહેરના ફતેગંજ વિસ્તારમાં રણછોડજી મંદિરની રબારીવાસમાં રહેતા 72 વર્ષના જીવીબેન જીવનલાલ પઢિયાર એક સપ્તાહ અગાઉ પોતાના નિત્યક્રમ મુજબ વહેલી સવારે ઘર માટે દૂધ લેવા નીકળ્યા હતા. તે સમયે રખડતી એક ગાયે તેઓને જોરદાર ભેટી મારી હતી. ભેટી વાગતા જીવીબેનને શીંગડે ભેરવી ફંગોળતા તેઓ રોડ પર પટકાયા હતા. તેમને માથા અને પાછળના ભાગે અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી.

બનાવના પગલે તેઓને પરિવારજનો અને સંબંધીઓ દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત જીવીબેનને તાત્કાલિક મહિલાને નજીકના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. ત્યારબાદ તેઓને ઘરે લાવવામાં આવ્યા હતા. જોકે શનિવારે સવારે તેઓએ ઘરે આખરી શ્વાસ લીધા હતા. રસ્તે રખડતા પશુ કારણે થયેલા મોત બાદ પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે આ માટે જવાબદાર પશુપાલક અને પાલિકાના જવાબદાર અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી વિસ્તારના લોકોમાં પણ ઉગ્ર માંગ ઉઠી છે.

ફતેગંજમાં ગાય આડે આવતાં સ્કૂટર સ્લિપ થયું, 2 સંતાનોના પિતાનું મોત
રાવપુરા કાપડી પોળમાં 38 વર્ષના મેહુલભાઈ ઠાકોરભાઈ રાણા રહેતા હતા. તેઓના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. તેઓ કોન્ટ્રાક્ટનું કામ કરતા હતા. ગત 11મી તારીખે સાંજે તેઓ મોપેડ લઈ ફતેગંજ ઇએમઇ સર્કલ નજીકના સર્વિસ રોડ પર પસાર થઈ રહ્યા હતા. તે સમયે ગાય આડે આવતા તેઓની મોપેડ સ્લીપ થઈ હતી. અકસ્માતમાં તેઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું શનિવારે બપોરે મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ફતેગંજ પોલીસે બનાવની નોંધ લઈ સંતોષ માન્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો