તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • An Old Man Who Went For A Morning Walk In The Field Behind Gorwa Police Station Was Hit By A Cow Horn And Jumped 7 Feet High, The Whole Incident Was Captured On CCTV.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રની નિંભરતા સામે રોષ:ગોરવા પોલીસ મથક પાછળના મેદાનમાં મોર્નિંગ વોકમાં ગયેલા વૃદ્ધને ગાયે શિંગડે ભેરવી 7 ફૂટ ઊંચે ઉછાળ્યા, સમગ્ર ઘટના CCTVમાં કેદ

વડોદરાએક મહિનો પહેલા
મોર્નિંગ વોકમાં નીકળેલાં સિનિયર સિટિઝનને ગાયે શિંગડુ માર્યું હતું.
 • લોહીલુહાણ વૃદ્ધને હોસ્પિટલમાં ખસેડાયા

ગોરવા પોલીસ મથકની પાછળ આવેલા મેદાનમાં મોર્નિંગ વોક કરી રહેલા વૃદ્ધને ગાયે શિંગળે ભેરવી 7 ફૂટ ઊંચે ઉછાળ્યા હતા ત્યારબાદ જમીન પર પટકાયેલા વૃદ્ધને ગાયે ભેટી મારતા વૃદ્ધ ઇજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવતા સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે.

ગોરવા પોલીસ મથકની પાછળ ગુલમોહર સોસાયટીમાં રહેતા ૬૨ વર્ષના અકબરભાઈ રાઠોડ શનિવારે સવારે મકાનની સામે આવેલા મેદાનમાં મોર્નિંગ વોક કરવા માટે નીકળ્યા હતા. તે સમયે ત્યાંથી પસાર થતી એક ગાયે અકબરભાઈ ને સિંગળે ભેરવી 7 ફૂટ ઊંચે ઉછાળ્યા હતા. ગાય એટલે જ રોકાઈ ન હતી અને તેણે નીચે જમીન પર પડેલા અકબરભાઈને ભેટીઓ મારી હતી. આ બનાવમાં અકબરભાઈને માથા, છાતી અને હાથમાં ઈજાઓ પહોંચી હતી.

ઘટના અંગેની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલા અકબરભાઈને હોસ્પિટલમાં લઈ જવાની તજવીજ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સ્થાનિક અગ્રણી સરાફતભાઈ પરમારના જણાવ્યાનુસાર ભૂતકાળમાં પણ ગાયે ભેટી મારવાના અનેક બનાવો બન્યા છે અને તંત્રને ફરિયાદો કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલાં ભરવામાં આવ્યા નથી. વહેલી તકે વિસ્તારમાં રખડતાં પશુઓનો ત્રાસ દૂર કરવામાં આવે તેવી માંગ તેઓએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો