દુર્ઘટના:સિટી બસના ચાલકે ટક્કર મારતાં રસ્તો ઓળંગી રહેલાં વૃદ્ધાનું મોત

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
હોસ્પિટલ ખસેડાયા બાદ વૃદ્ધાનું મોત થયું હતું. - Divya Bhaskar
હોસ્પિટલ ખસેડાયા બાદ વૃદ્ધાનું મોત થયું હતું.
  • વૃદ્ધાને અડફેટમાં લીધા બાદ સિટી બસનો ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો
  • વદ્ધા ચાલવા માટે જાવ છું તેમ કહી ઘરેથી નીકળ્યાં હતાં

માંજલપુર નાકા પાસે રસ્તો ક્રોસ કરી રહેલાં 70 વર્ષિય વૃદ્ધાને સિટી બસના ચાલકે ટક્કર મારતાં તેમનું મોત થયું હતું. માંજલપુર સુકન્યાપાર્ક સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ રતિલાલ રાજપૂતની ફરિયાદ અનુસાર, ગુરુવારના રોજ તેમનાં 70 વર્ષિય માતા સવીતાબેન રતિલાલભાઈ રાજપૂત ઘરેથી ચાલવા જાઉં છું, તેમ કહીને નીકળ્યાં હતાં. થોડીવારમાં પુત્રને જાણ થઈ હતી કે, માંજલપુર નાકા સેલ્સ કોર્નર દુકાનની સામે રોડ પર સિટી બસના ચાલકે તેમનાં માતાને ટક્કર મારી છે. જેને પગલે પુત્ર તુરંત સ્થળ પર પહોંચતાં તેમનાં માતાને 108માં સરકારી હોસ્પિટલમાં લઈ ગયાં હોવાનું જાણવા મળ્યું હતું.

જીતેન્દ્રભાઈને જાણ થઈ હતી કે, સિટી બસના ચાલકે શ્રેયસ સ્કૂલ ચાર રસ્તાથી સિટી બસ પુરઝડપે ચલાવી સવારે 8:30 કલાકે રસ્તો ક્રોસ કરતાં તેમનાં માતાને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જીતેન્દ્રભાઈ હોસ્પિટલ પહોંચતા તેમને સવારે 10:30 વાગે માતાનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી જીતેન્દ્રભાઈ રાજપૂતે સિટી બસના ચાલક વિરુદ્ધ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...