વડોદરા શહેર-જિલ્લામાં મહાન અકસ્માતના સર્જાયેલા અલગ-અલગ બે બનાવમાં બે લોકોના મોત નિપજ્યા હતા જેમાં કેલનપુર ગામ પાસે પગપાળા જઈ રહેલા વૃદ્ધને બાઈકે ટક્કર મારતાં તેમનું સ્થળ પર જ મોત નીપજયું હતું જયારે બીજા બનાવમાં ફાજલપુર નજીક હાઈવે પર બાઈક સવાર આ આધેડની ટ્રેલરની ટક્કરે મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યાનુસાર કેલનપુર ખાતે રહેતા શંકરભાઈ રામજીભાઈ રબારી મંગળવારે ચાલતા કેલનપુર ગામ નજીક તતારપુરા કટ પાસે થી જઈ રહ્યા હતા તે સમયે પૂરઝડપે આવેલા બાઈકે તેઓને ટક્કર મારતા શંકરભાઈ રામજીભાઈ રબારીનું સ્થળ પરજ મોત નીપજ્યું હતું.
બનાવ સંદર્ભે વરણામા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના બીજા બનાવમાં પટેલ વાસદના 50 વર્ષના નીતિનભાઈ રમણભાઈ પટેલ મંગળવારે બાઈક લઈ ફાજલપુર નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પૂર ઝડપે આવેલા એક ટ્રેલરે તેઓને ટક્કર મારતા નીતિનભાઈ પટેલ રોડ પર પટકાયા હતા. જેઓના પરથી ટ્રેલર પસાર થઈ જતાં તેમનું સ્થળ પર જ કચડાઈ જવાથી મોત નીપજયું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.