તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિટ એન્ડ રન:વડોદરા નજીક ટેન્કર ચાલકે બાઇકને અડફેટે લેતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત, અકસ્માત કરીને ડ્રાઇવર ફરાર

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક જશવિન્દરસિંઘ સુચાસિંઘ જાટની ફાઇલ તસવીર - Divya Bhaskar
મૃતક જશવિન્દરસિંઘ સુચાસિંઘ જાટની ફાઇલ તસવીર
  • પોલીસે ટેન્કર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી

વડોદરા શહેર નજીક આવેલા રણોલી ગામના વૃદ્ધને ટેન્કર ચાલકે અડફેટે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત કરીને ટેન્કર ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. અકસ્માતની જાણ પોલીસને થતાં છાણી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસે ટેન્કર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધ ટેમ્પો લેવા માટે નીકળ્યા હતા વડોદરા શહેર નજીક આવેલા રણોલી ગામ સ્થિત મારૂતિ રેસિડેન્સીના રહેવાસી જશવિન્દરસિંઘ સુચાસિંઘ જાટ(ઉ.62) પોતાનો છોટા હાથી ટેમ્પો ચલાવીને છૂટક ડ્રાઇવિંગનું કામ કરે છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેઓ આજે સવારે 8 વાગ્યાની આસપાસ રણોલી ગામ સ્થિત તેમના ઘરેથી બાઇક લઈને રણોલી પાસે જ આવેલી ગતિ કંપની પાસે મૂકેલો તેમનો ટેમ્પો લેવા નીકળ્યા હતા.

ટેન્કરનો ચાલક નાસી છૂટ્યો દરમિયાન પદમલા ગામ જતા સર્વિસ રોડના વળાંક પાસે અને પાન કોર્નરની સામે પાછળથી પુરઝડપે આવતા ટેન્કરે જશવિન્દરસિંઘને અડફેટે લીધા હતા. ટેન્કર ચાલકે નિયંત્રણ ગુમાવી દેતા ટેન્કરના ટાયર જશવિન્દરસિંઘ પર ફરી વળ્યાં હતા અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત કરીને ટેન્કરનો ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો.

વૃદ્ધના પરિવારમાં શોકનો માહોલ ઘટનાની જાણ થતાં છાણી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. અકસ્માતના પગલે પોલીસે ટેન્કર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વદ્ધનું અકસ્માતમાં મોત થતા જાટ પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...