તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:રિક્ષાની અડફેટે ઇજા પામેલા કિશનવાડીના વૃદ્ધનું મોત

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છાણી જકાતનાકા પાસે અકસ્માત થયો હતો

છાણી જકાતનાકા સર્કલ પાસેથી 18 જુલાઇએ સાઇકલ પર પસાર થતા કિશનવાડીના વૃદ્ધને રિક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો. ઘાયલ વૃદ્ધને સારવાર અર્થે પ્રથમ એસએસજી ત્યારબાદ વાઘોડિયાની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. સારવાર બાદ રજા લઈને ઘરે પરત ફરેલા વૃદ્ધનું બુધવારે મળસ્કે ત્રણ વાગ્યે મૃત્યુ થયું હતું.

કિશનવાડીમાં આવેલા બીએસયુપી આવાસના મકાનમાં 65 વર્ષીય સેમ્યુઅલભાઈ સોલોમનભાઈ ગોહિલ રહેતા હતા. તેઓ સેવાકીય કાર્યમાં જોડાયેલા હતા. તેઓ 18 જુલાઈના રોજ 3 વાગ્યે છાણી જકાતનાકા સર્કલ પાસેથી પસાર થતા હતા ત્યારે રિક્ષા સાથે અકસ્માત થતાં તેમને માથાના પાછળના ભાગે ઇજા થઈ હતી. ઇજાગ્રસ્ત વૃદ્ધને પ્રથમ એસએસજી હોસ્પિટલ અને ત્યારબાદ વાઘોડિયા ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. 2 ઓગસ્ટે તેમને રજા અપાઈ હતી. દરમિયાન 5 ઓગસ્ટે મળસ્કે 3 વાગ્યે તેમનું મૃત્યુ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...