આપઘાત:કારેલીબાગના વૃદ્ધે ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કારેલીબાગમાં રહેતા અને નાગરવાડાની ખાનગી કંપનીમાં કામ કરતા વૃદ્ધે ઓફિસમાં જ ફાંસો ખાઇને જીવાદોરી ટૂંકાવી દીધી હતી. શહેરના કારેલીબાગની પાણીની ટાંકી પાસે આવેલી સોનાલિકા સોસાયટીમાં રહેતા 63 વર્ષીય કીર્તિકુમાર નટવરલાલ શાહ નાગરવાડા ચાર રસ્તા પાસેની પ્રિસિસન ઇલેકટ્રોનિક્સમાં મેનેજર તરીકેની નોકરી કરતા હતા.

દરમિયાન તેમણે બપોરે 2.40 પહેલા કોઇ પણ સમયે પોતાની આફિસના નીચેના રૂમમાં જઇને અંદરથી દરવાજો બંધ કરીને લોખંડના દાદર પર ચાદરનો છેડો બાંધીને ફાંસો ખાઇ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, તેમણે કયા કારણોસર જીવાદોરી ટૂંકાવી તેની તપાસ પોલીસ કરી રહી છે. કીર્તિકુમાર છેલ્લા 40 વર્ષથી આ ઓફિસમાં કામ કરતા હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...