તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:જૂની અદાવતમાં ધર્મેશ કહારની હત્યા કરાઈ હોવાની કડી મળી

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક ધર્મેશ કહાર - Divya Bhaskar
મૃતક ધર્મેશ કહાર
  • દુમાડથી દેણા જવાના માર્ગ પર ખાડામાંથી લાશ મળી હતી
  • 5થી વધુની પૂછપરછ, હત્યારાઓને પોલીસે ઓળખી લીધા

દાંડિયા બજારના ધર્મેશ કહારની હત્યામાં તાલુકા પોલીસ અને જિલ્લા એલસીબીની ટીમે શુક્રવારે 5થી વધુ લોકોની પૂછપરછ કરી હતી. જેમાં જૂની અદાવતમાં હત્યા કરાઇ હોવાની કડી મળી હતી. સૂત્રોએ જણાવ્યું કે, ધર્મેશના હત્યારાઓને પોલીસે ઓળખી લીધા છે.

દુમાડથી દેણા તરફ જવાના રસ્તા પર પાણી ભરેલા ખાડામાં દાંડિયા બજારના કાકાસાહેબના ટેકરાના ધર્મેશ ઉર્ફે બટકો સત્યનારાયણ કહારની લાશ ડી કમ્પોઝ હાલતમાં મળી હતી. તેના શરીર પર હથિયારના 10થી વધુ ઘા જોવા મળ્યા હતા. શુક્રવારે આખો દિવસ તાલુકા પોલીસ અને એલસીબીની ટીમોએ ધર્મેશ કહારની સંપર્કમાં રહેલા 5 વ્યક્તિની પૂછપરછ કરી હતી.

સૂત્રોએ જણાવ્યું કે, તપાસમાં ધર્મેશ સાથે જૂની અદાવત ધરાવતા તત્ત્વોએ જ હત્યા કરી હોવાની નક્કર કડી મળી છે અને પોલીસે હત્યારાઓને ઓળખી પણ લીધા છે. ટૂંક સમયમાં પોલીસ હત્યા કેસમાં વધુ ખુલાસો કરે તેવી શક્યતા છે.

ધર્મેશના ભૂતકાળની માહિતી મેળવી તપાસ
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ધર્મેશ કહાર ના ભૂતકાળની માહિતી મેળવી પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં જૂની અદાવત હોય તેવું પોલીસને લાગ્યું હતું. તેની સામે કોઈ ગુના નોંધાયા છે કે કેમ તેની પણ પોલીસે તપાસ કરી હતી. પોલીસે તેનો ઝનૂની સ્વભાવ હોવાની માહિતી મળતા તે દિશામાં તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસને નક્કર કડી મળી ગઈ હતી.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી
ધર્મેશ ગુમ થતાં તેના પરિવાર અને મિત્રો એ ભારે શોધખોળ શરૂ કરી હતી પણ તેનો પત્તો મળ્યો ન હતો જેથી સોશિયલ મીડિયામાં પણ આ બાબતે પોસ્ટ કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે ધર્મેશ રવિવારે રાતથી ગુમ થયો છે.

શહેર પોલીસ પણ તપાસમાં જોતરાઇ
સૂત્રોએ જણાવ્યું કે, જિલ્લા પોલીસની સાથે શહેર પોલીસ પણ ધર્મેશ કહાર હત્યા કેસની તપાસમાં જોતરાઈ હતી ધર્મેશ કહાર ના સંપર્કો અને તેના ભૂતકાળની માહિતીના આધારે શહેર પોલીસે પણ તપાસ શરૂ કરી હતી.

રવિવારે મધરાત્રે પત્ની સાથે વાત થઇ હતી
રવિવાર 13 સપ્ટેમ્બરે સવારે ફોન આવતાં ધર્મેશ તેના મિત્રની બાઈક પર બેસી કિશનવાડી પહોંચ્યો હતો. ત્યારબાદ મોડી રાત સુધી તે ઘરે પરત આવ્યો નહતો. જેથી તેની પત્નીએ તેને રાત્રે 12.15 વાગ્યાની આસપાસ ફોન કર્યો હતો. ત્યારબાદ ધર્મેશ ગુમ થઈ ગયો હતો. તેનો મોબાઈલ પણ સ્વિચ ઓફ થયો હતો. પોલીસે આ કડીઓ જોડીને તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...