ફરિયાદ:ભાયલીનો એક જ ફ્લેટ 2 જણને વેચી દેનારા સામે ગુનો નોંધાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાયલીમાં ફોર્ચ્યુન ગ્રીડ ફીડ્સનું મકાન બે જણને વેચી દેનારા કચ્છના મુન્દ્રાના હન્ની સુરેશ દુધૈયા સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. ગોત્રીના પરિમલ નારાયણ સુથારે પોલીસને જણાવ્યું કે, આ ફ્લેટ તેમને લેવાનો હોવાથી હન્ની સાથે 20 લાખમાં સોદો કરી 8 લાખ આપ્યા હતા. જોકે તે પછી પણ તેણે વેચાણ દસ્તાવેજ કરી આપ્યો ન હતો. બે માસ પહેલાં તેણે ફ્લેટનું 20 લાખનું રજિસ્ટર બાનાખત કરી આપ્યું હતું. તે પછી હન્નીએ ચાવી આપતાં તેઓ મકાન પર જતાં મકાન ખૂલ્યું ન હતું.

તેઓ લોક તોડી ઘરમાં ગયા બાદ બે મહિલા અને એક યુવકે ત્યાં આવી ઝઘડો કર્યો હતો. તેમણે આ ફ્લેટ તેમની માલિકીનો હોવાનું કહેતાં તેમણે હન્નીએ બાનાખત કરી આપ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે નોટરાઇઝ બાનાખત બતાવતાં હન્ની દુધૈયાએ આ ફ્લેટનું બાનાખત કરી આપેલું જોવા મળ્યું હતું. 4 માસ પહેલાં હન્નીએ યોગેશ ઠક્કર અને ધર્મીષ્ઠા ઠક્કરને 15 લાખનું નોટરાઇઝ બાનાખત કરી આપેલું હતું અને 5 લાખ ચેકથી લીધેલા હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...