ભરૂચમાં ગેરકાયદે ધર્માંતરણનો મામલો:ધર્માંતરણ કરાવતી ટોળકી અને અબ્દુલ્લા ફેફડાવાલા વચ્ચેના કનેક્શનની તપાસ શરૂ

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે અબ્દુલા ફેફડાવાલા સહિત 9 જણા સામે ગુનો નોંધ્યો હતો
  • કાંકરિયા ધર્માંતરણ કેસમાં ચારની એસઆઇટીએ ઘનિષ્ઠ પૂછપરછ કરી

ભરૂચ જિલ્લા કાંકરિયા ધર્માંતરણ કેસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. આ મામલે પોલીસે 9 શખ્સો સામે ગુનો દાખલ કરી 4 શખ્સોની ધરપકડ પણ કરી છે. દરમિયાન ભરુચ પહોંચેલી વડોદરા પોલીસની ખાસ એસઆઇટીની ટીમે આ 4 આરોપીઓની પુછપરછ કરીને તેઓ કઇ રીતે અબ્દુલા ફેફડાવાલાના સંપર્કમાં આવ્યા હતા અને કેટલા લોકોનું ધર્માંતરણ કરાયું હતું તથા ઉમર ગૌતમ અને સલાઉદ્દીન સાથે સંપર્ક કઇ રીતે હતો તે સહિતના મુદ્દાની તપાસ ચાલુ કરી હતી.

આમોદના કાંકરિયામાં વસતા 37 હિન્દુ પરિવારોને વિવિધ લોભ લાલચ આપી ધર્મપરિવર્તન કરાવી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવાયો હોવાનો પર્દાફાશ થયો હોવાના પ્રકરણમાં વડોદરા એસઓજીના હાથે પકડાયેલા સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમની પણ ભુમિકા હોવાનું બહાર આવ્યું છે અને બંનેની તપાસમાં ભરુચમાં મોટા પાયે ધર્માંતરણ કરાયું હોવાની ટીપ મળતાં વડોદરા પોલીસે ભરુચ પોલીસને જાણ કરી હતી. વડોદરા એસઓજીની એસઆઇટીની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે ધર્માંતરણ માટે સલાઉદ્દીન શેખે છેલ્લા 1 વર્ષમાં ભરુચ જીલ્લાના 1026 સ્થળોએ 28 વખત અને ઉમર ગૌતમે 19 વખત મુલાકાત લીધી હતી.

પોલીસે આ મામલે એક મોલવી સહિત કુલ 9 લોકો સામે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમ અને IPCની અન્ય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ભારત દેશમાં ગેરકાયદેસર રીતે વિદેશી ફન્ડિંગ લાવી તે નાણાનો ગેરકાદેસર રીતે હિન્દુ લોકોને મુસ્લિમ ધર્મ પરીવર્તન કરાવવામાં ઉપયોગનો ચોંકાવનારો ઘટસ્ફોટ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામેથી થયો છે. જ્યાં 37 આદિવાસી પરિવારના 100 થી વધુ લોકોનું લોભ લાલચ આપી હિન્દુમાંથી મુસ્લિમ ધર્મમાં પરિવર્તન કરાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...