કામગીરી:કરજણમાં ભાજપના હોદ્દેદારોની મારામારી બાદ ખુલાસો પૂછાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિસ્તભંગનાં પગલાં ભરવા માટે માગ ઊઠી

કરજણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કાર્યકરો વચ્ચે થયેલી બોલાચાલી બાદ તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો વચ્ચે મારામારી થતા ચૂંટણી પૂર્વે ભાજપમાં ભારે ખળભળાટ મચ્યો હતો. આ બાબતે જિલ્લા ભાજપ દ્વારા બંને હોદ્દેદારોને નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવ્યો છે.કરજણ ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિમાં સોમવારે ભાજપની બેઠકમાં બૂથ લેવલના કાર્યક્રમોની મિટિંગ બાદ યુવા ભાજપ પ્રમુખ તેમજ કરજણ તાલુકા પંચાયતના સભ્ય અને વડોદરા જિલ્લા યુવા ભાજપ મંત્રી સાથે મારામારી થઈ હતી.

એપીએમસીમાં થયેલી મારામારી બાદ શિસ્તભંગ કરનારા હોદ્દેદારો સામે પગલાં ભરવા જિલ્લા ભાજપમાં માગ ઊઠી હતી. જિલ્લા ભાજપે મંગળવારે મારામારી કરનારા બે હોદ્દેદારોને નોટિસ આપી છે. જેમાં તેઓ પાસે મારામારીના સંદર્ભમાં ખુલાસો પૂછાયો છે. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલે જણાવ્યું કે, આ પ્રકારની કોઈ પણ બાબત ચલાવી લેવામાં નહીં આવે. ખુલાસો પૂછવામાં આવ્યો છે, જે બાદ યોગ્ય કાર્યવાહી કરીશું.

અન્ય સમાચારો પણ છે...