રહસ્યમય આપઘાત:વડોદરામાં MSUમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા 17 વર્ષના વિદ્યાર્થીએ મિત્રના ફ્લેટના પાંચમાં માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી

વડોદરા10 દિવસ પહેલા
ગોત્રી સ્થિત શિવાલય હાઇટ્સ અને સ્ટુડન્ટ મયુર શીર્ષદની ફાઇલ તસવીર
  • ગોત્રી રોડ પર આવેલા શિવાલય હાઇટ્સમાં વિદ્યાર્થી મિત્રને મળવા માટે ગયો હતો
  • વિદ્યાર્થીનો પડવાનો અવાજ આવતા મિત્રનો પરિવાર અને સ્થાનિકો દોડી ગયા
  • વિદ્યાર્થીએ કયા કારણોસર આપઘાત કર્યો તેનું રહસ્ય અકબંધ

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા 17 વર્ષીય વિદ્યાર્થી મયુર શીર્ષદે મિત્રના એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી પડતું મૂકી આપઘાત કરી લેતા સનસનાટી મચી ગઇ હતી. મોડી રાત્રે બનેલા આ બનાવમાં મિત્રના ઘરે આવી આપઘાત કરનાર સ્ટુડન્ટે કયા કારણોસર આપઘાત કર્યો તે રહસ્ય છે. આ બનાવ અંગે ગોત્રી પોલીસે આપઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મિત્રને મળે તે પહેલાં જ એપાર્ટમેન્ટ પરથી કૂદી ગયો
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી 798, ગોકુળનગરમાં મયુર ક્રિષ્ણા શીર્ષદ રહે છે. બુધવારે મોડી સાંજે તે ગોત્રી રોડ ઉપર આવેલા શિવાલય હાઇટ્સમાં રહેતા મિત્રને મળવા માટે આવ્યો હતો અને તે મિત્રને મળે તે પહેલાં શિવાલય હાઇટ્સના ડી બ્લોકના પાંચમાં માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. સાંજે 7 વાગ્યાના સુમારે પાર્કિંગમાં પડવાનો અવાજ આવતા જ બિલ્ડિંગમાં રહેતા મયુરના મિત્ર પરિવાર સહિત બિલ્ડિંગના રહીશો દોડી આવ્યા હતા.

17 વર્ષીય વિદ્યાર્થી મયુર શીર્ષદે મિત્રના એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી પડતું મૂકી આપઘાત કર્યો
17 વર્ષીય વિદ્યાર્થી મયુર શીર્ષદે મિત્રના એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી પડતું મૂકી આપઘાત કર્યો

માતા અને ભાઇ-બહેનના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો
શિવાલય હાઇટ્ર્સના પાંચમાં માળેથી મયુર શીર્ષદે પડતું મૂકતાની સાથે જ તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું. વિસ્તારમાં ચકચાર મચાવી મુકનાર આ બનાવની જાણ મયુરના પરિવારજનોને કરવામાં આવતા તુરંત જ તેઓ દોડી આવ્યા હતા. જ્યાં માતા તેમજ ભાઇ-બહેનના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. તે સાથે આ બનાવની જાણ ગોત્રી પોલીસને કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ રતિલાલ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. વિદ્યાર્થી ભણવામાં ખૂબ હોશિયાર હતો અને તેનો ઓનલાઇન અભ્યાસ ચાલતો હતો અને બપોર બાદ તે ટ્યુસન ક્લાસમાં પણ જતો હતો. છેલ્લે 6 વાગ્યા સુધી તેને મિત્રો સાથે સોશિયલ મીડિયા પર વાતો કરી હતી.

ગોત્રી રોડ પર આવેલા શિવાલય હાઇટ્સમાં વિદ્યાર્થી મિત્રને મળવા માટે ગયો હતો
ગોત્રી રોડ પર આવેલા શિવાલય હાઇટ્સમાં વિદ્યાર્થી મિત્રને મળવા માટે ગયો હતો

સ્ટુડન્ટ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો
હેડ કોન્સ્ટેબલ રતિલાલના જણાવ્યા પ્રમાણે ગોત્રી રોડ શિવાલય હાઇટ્સના ડી બ્લોકના પાંચમાં ફ્લોર ઉપરથી પડતું મૂકનાર મયરુ શિર્ષદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેના પિતા દુબઇમાં છે. આ બનાવની જાણ પરિવારને કરવામાં આવતા માતા અને ભાઇ-બહેન ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ આ બનાવ અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મિત્રને મળે તે પહેલા જ એપાર્ટમેન્ટ પરથી કૂદી મોતને વ્હાલું કર્યું
મિત્રને મળે તે પહેલા જ એપાર્ટમેન્ટ પરથી કૂદી મોતને વ્હાલું કર્યું

વડોદરામાં છેલ્લા દોઢ વર્ષમાં કિશોર-કિશોરીઓના આત્મહત્યાના કિસ્સા

  • 18-06-2020ના રોજ વડસર રોડ પર રહેતા 15 વર્ષના કિશોરે ગળેફાંસો ખાધો
  • 14-07-2020ના રોજ આજવા રોડ પરની જય યોગેશ્વર સોસાયટીમાં કિશોરે ગળેફાંસો ખાધો
  • 25-07-2020ના રોજ છાણી ઓમકારપુરામાં 16 વર્ષના કિશોરી ગળેફાંસો ખાધો
  • 14-09-2020ના રોજ દશરથ ગામમાં 14 વર્ષનો કિશોરે ગળેફાંસો ખાધો
  • 28-09-2020ના રોજ બગીખાના રાજરત્ન સોસાયટીમાં 13 વર્ષના કિશોરે ગળેફાંસો ખાધો
  • 29-09-2020ના રોજ સોમતાળવ વિસ્તારમાં 12 સાયન્સમાં અભ્યાસ કરતા 17 વર્ષના કિશોરીએ ગળેફાંસો ખાધો
  • 24-10-2020ના રોજ ન્યુ વીઆઈપી રોડ પર 14 વર્ષના કિશોરે ગળેફાંસો ખાધો
  • 11-12-2020ના રોજ કલાલી વુડાના મકાનમાં રહેતા 16 વર્ષના કિશોરે ગળેફાંસો ખાધો
  • 09-01-2021ના રોજ તરસાલીમાં 12 સાયન્સમાં અભ્યાસ કરતી યુવતીએ ગળેફાંસો ખાધો
  • 16-02-2021ના રોજ ગોત્રી વુડાના મકાનમાં રહેતી કિશોરીએ ગળેફાંસો ખાધો
  • 17-02-2021ના રોજ સોમતાળવ વિસ્તારમાં રહેતા 17 વર્ષના કિશોરે ગળેફાંસો ખાધો
  • 05-04-2021ના રોજ કિશનવાડી વુડાના મકાનમાં રહેતી 18 વર્ષની યુવતીએ ગળેફાંસો ખાધો
  • 23-04-2021ના રોજ બરાનપુરામાં 17 વર્ષના કિશોરે ગળેફાંસો ખાધો
  • 12-05-2021ના રોજ માંજલપુર સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતી 15 વર્ષની વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાધો
  • 07-06-2021ના રોજ ગોત્રીમાં 15 વર્ષની કિશોરીએ ગળેફાંસો ખાધો
  • 08-06-2021ના રોજ સનફાર્મા રોડ પર રહેતા 16 વર્ષના કિશોરે ગળેફાંસો ખાધો
  • 25-06-2021ના રોજ બરાનપુરા જાસૂદ મહોલ્લામાંર રહેતી 19ના રોજ વર્ષની યુવતીએ ગળેફાંસો ખાધો
  • 28-06-2021ના રોજ વાઘોડિયા પર 17 વર્ષના કિશોરે ગળેફાંસો ખાધો
  • 14-10-2021ના રોજ માણેજા વુડાના મકાનમાં રહેતી 19 વર્ષની યુવતીએ ગળેફાંસો ખાધો
  • 28-11-2021ના રોજ આજવા રોડ પર કમલાનગર નજીક એપાર્ટમેન્ટમાં 12 વર્ષના કિશોરે ગળે ફાંસો ખાધો
મિત્રને મળે તે પહેલા જ એપાર્ટમેન્ટ પરથી કૂદી મોતને વ્હાલું કર્યું
મિત્રને મળે તે પહેલા જ એપાર્ટમેન્ટ પરથી કૂદી મોતને વ્હાલું કર્યું
વિદ્યાર્થીએ કયા કારણોસર આપઘાત કર્યો તેનું રહસ્ય અકબંધ રહ્યું છે
વિદ્યાર્થીએ કયા કારણોસર આપઘાત કર્યો તેનું રહસ્ય અકબંધ રહ્યું છે
અન્ય સમાચારો પણ છે...