તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભરતકામના કારીગરે UPમાં 100 રૂપિયામાં નકલી CBI કાર્ડ બનાવ્યું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેનમાંથી નકલી સીબીઆઇ અધિકારી બનીને ફરતાં ઝડપાયો હતો
  • ટ્રેનમાં સૂટ-બૂટમાં ફરતો આરોપી 5 દિવસના રિમાન્ડ પર

મુંબઈના ચેકિંગ સ્ટાફ દ્વારા ગુરુવારે હરિદ્વાર-બાંદ્રા ટ્રેનમાં ટિકિટ ચેકિંગ વેળા સીબીઆઇનું નકલી આઇકાર્ડ બનાવી મુસાફરી કરી રહેલા શખ્સને ઝડપી રેલવે પોલીસને સોંપાયા બાદ તેના 5 દિવસના રિમાન્ડ મેળવી તપાસ આદરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, રિયાસતખાને વતન યુપીના અમરોહા ગામના સબ્બુ નામના શખ્સ પાસે નકલી આધાર કાર્ડ અને સીબીઆઇનું નકલી કાર્ડ બનાવ્યું હતું અને પહેલીવાર ઉપયોગ કર્યો ત્યારે જ પકડાયો હતો.શુક્રવારે હરિદ્વારથી આવતી ટ્રેનમાં એક શખ્સે પોતે સીબીઆઇનો કર્મચારી હોવાનું જણાવી આઈ કાર્ડ બતાવતાં મુંબઈ ટિકિટ ચેકિંગ સ્ટાફને શંકા ગઇ હતી.

જેને પગલે તેનું આધારકાર્ડ પણ ચેક કરાયું હતું. તપાસ કરતાં તેનું સીબીઆઇનું કાર્ડ નકલી હોવાનું જણાતાં તેની ધરપકડ કરાઈ હતી. આ શખ્સનું નામ રિયાસતખાન બુન્દીખાન હોવાનું અને તે થાણેમાં રહેતો હોવાનું જણાતાં તેને વડોદરા રેલવે પોલીસને સોંપાયો હતો. રેલવે પીઆઇ એસ.બી.જાડેજાએ તેના 5 દિવસના રિમાન્ડ મેળવી તપાસ કરતાં ઘટસ્ફોટ થયો હતો કે, તેણે વતન યુપીના અમરોહા ગામમાં ન્યૂ સેન્ટર ક્લાસીસ નામના સાઇબર કાફેમાંથી સબ્બુ નામના શખ્સ પાસે રૂા. 100માં નકલી આધાર કાર્ડ અને સીબીઆઇનું નકલી કાર્ડ બનાવ્યું હતું.

તે મહારાષ્ટ્રના થાણેમાં રહીને ભરતકામ અને ટેક્સી ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું. દિલ્હી-મુંબઇ વચ્ચે ફરવા માટે તેણે નકલી કાર્ડ બનાવ્યાં હતાં. તેની પાસેથી અન્ય કાર્ડ પણ મળતાં પોલીસની ટીમ અમરોહા ખાતે તપાસમાં મોકલવાની તજવીજ કરાઇ છે. તેણે પહેલીવાર જ નકલી કાર્ડનો ઉપયોગ કર્યો હતો અને ચેકિંગમાં પકડાયો હતો. તે ટ્રેનમાં મુસાફરી કરે ત્યારે સૂટ-બૂટમાં બેગો લઇને ફરતો હતો.

અન્ય સમાચારો પણ છે...