તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉનાળાની સિઝન શરૂ થઈ છે ત્યારે પાણીની ફરિયાદો વધે તે પહેલાં પાલિકાનું તંત્ર એક્શનમાં આવતાં દરેક વોર્ડમાં સરેરાશ 5 થી 10 ફરિયાદો મળી હતી. જેમાંયે પાણી પુરવઠા વિભાગના વડા અધિકારીને બીજા વિસ્તારોમાંથી અપૂરતા પાણીની ફરિયાદો મળી હતી.
પૂર્વ અને દક્ષિણ વિસ્તાર પૂરતી સિમીત રહેલી પાણીની સમસ્યા બીજા વિસ્તારોમાં ન ફેલાય તેના માટે આયોજન કરવા પાણી પુરવઠા વિભાગે જોર લગાવ્યું છે. જેના ભાગરૂપે પાણીની ફરિયાદો લોકો ટોલ ફ્રી નંબર 1800 233 0265 પર કરી શકે છે. આ સિવાય 12 વહીવટી વોર્ડમાં વોર્ડ દીઠ આસી. ઈજનેર કે અ.મદદનીશ ઇજનેરને મોબાઈલ પર ફરિયાદ કરી શકાશે. જ્યારે 4 ડે. ઇજનેરને ઝોન ફાળવ્યા છે. પાણી પુરવઠાના વડા અમૃત મકવાણાએ પૂર્વ ઝોનની ફરિયાદો પર નજર રાખવા બાગડોર હાથમાં રાખી છે. પહેલા દિવસે તેમને ઉત્તર અને દક્ષિણ ઝોનમાંથી અપૂરતા પાણી મામલે ફરિયાદો મળી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.