તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:GEBમાંથી આવીએ છીએ કહી વૃદ્ધાનું મોં દબાવી લૂંટનો પ્રયાસ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોત્રીમાં ભરબપોરે માસ્કધારી 2 લૂંટારા ત્રાટક્યા
  • મીટર ચેક કરવાનું કહી પાણી માગી વૃદ્ધાને સ્ક્રૂ ડ્રાઇવર માર્યું

ગોત્રીમાં ભરબપોરે 3 વાગે જીઇબીમાંથી આવીએ છીએ તેમ જણાવીને વૃદ્ધાના ઘરમાં ઘૂસેલા 2 લૂંટારાઓએ પાણી માગ્યા બાદ વૃદ્ધાનું મોં દબાવી સ્ક્રૂ ડ્રાઇવર વડે હુમલો કરી ઇજા પહોંચાડી લૂંટની કોશિશ કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. ગોત્રીની રત્નાકર રેજન્સીમાં રહેતાં પ્રીતિબેન અનુરાગભાઇ મહેતા નામનાં 63 વર્ષીય વદ્ધાએ પોલીસને જણાવ્યું હતું કે, બપોરે 3 વાગે અમે જીઇબીમાંથી આવીએ છીએ, તમે કમ્પ્લેઇન આપી હતી, તેમ કહી 2 શખ્સ તેમના ઘેર આવ્યા હતા.

જોકે વૃદ્ધાએ અમે કમ્પ્લેઇન આપી નથી, તેમ કહેતાં બંનેએ મકાન નંબર આપી તમારું લાઇટ બિલ વધારે આવે છે, મીટર ચેક કરવું પડશે તેમ જણાવ્યું હતું. વૃદ્ધાએ મીટર બહાર છે, તમે બીજા ફ્લેટમાં જઇ આવ્યા તેમ પૂછતાં તેમણે હા પાડી હતી. ત્યારબાદ એક શખ્સે ઘરમાં આવી સ્ક્રૂ ડ્રાઇવર સાથે સ્વિચ બોર્ડ ખોલવાનો પ્રયાસ કર્યો હતો, જેથી વૃદ્ધાએ તેને ના પાડી હતી.

તે વખતે બીજા શખ્સે તેમના પતિ અને પુત્ર વિશે પૂછ્યું હતું અને ત્યારબાદ પીવા માટે પાણી માંગી રસોડામાં ધસી આવ્યા હતા અને એક જણાએ તેમનું મોં દબાવી દેતાં તેઓ નીચે પડી ગયાં હતાં. લૂંટારાએ સ્ક્રૂ ડ્રાઇવર વૃદ્ધાની હથેળીમાં મારી ભાગી છૂટ્યા હતા. એકે મોઢા પર રૂમાલ બાંધેલો હતો, બીજાએ માસ્ક પહેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...