સાઇબર ક્રાઇમ:કોન્વેન્ટ સ્કૂલના વાલીઓને ફેક મેસેજ મોકલી ચિટિંગનો પ્રયાસ

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ટરવ્યૂ પાસ કરતા રોજ 8 હજાર મળશે તેવા મેસેજ કરાયા
  • સ્કૂલે​​​​​​​ વાલીઓને જાણ કરી અવગણના કરવા સૂચના આપી

કોન્વેન્ટ સ્કૂલના નામે વાલીઓ સાથે છેતરપિડંીનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. જેમાં કોન્વેન્ટ સ્કૂલના આચાર્યના નામે વાલીઓને મેસેજ મોકલવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, વાલીઓએ ઇન્ટરવ્યૂ પાસ કરી લીધો છે, દરરોજ 8 હજાર રૂપિયા મળશે. કોન્વેન્ટ સ્કૂલ દ્વારા ઇ-મેલના માધ્યમથી વાલીઓને આ પ્રકારના મેસેજને ઇગ્નોર કરવા માટે જાણ કરી હતી. વાલીઓમાં ફરતા થયેલા ફેક મેસેજ માટે કોઇ ફરિયાદ થઇ નથી.

સાઇબર ગઠિયાઓ હવે સ્કૂલોના નામે પણ ફેક મેસેજ કરીને વાલીઓ સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી કોન્વેન્ટ ઓફ જિસસ મેરી સ્કૂલના વાલીઓ સાથે બન્યો હોવાનું બહાર આવ્યું છે. જેમાં વાલીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજ આવ્યો હતો કે, ડીયર પેરેન્ટ્સ, તમે અમારો ઇન્ટરવ્યુ કરી દીધો છે.

રોજના 8 હજાર રૂપિયા મળી શકશે. ત્યારબાદ એક લિંક અને મોબાઇલ નંબર પર સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું હતું. જોકે આ ફેક મેસેજ અંગે સ્કૂલ મેનેજમેન્ટને જાણ થઇ જતાં તેમણે વાલીઓને પ્રિન્સિપાલના માધ્યમથી ઇ-મેલ મોકલવામાં આવ્યો હતો. જેમાં આ મેસેજનો સ્ક્રીન શોટ મૂકીને લખવામાં આવ્યું હતું કે, આ પ્રકારના મેસેજની અવગણના કવા અને તે મુદ્દે કોઇ કાર્યવાહી ન કરે. જોકે આ ગંભીર ઘટના અંગે વાલી કે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પોલીસને કોઇ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...