હુમલો:હરણીની ભાગોળે સ્કૂટર મૂકવાના મુદ્દે હુમલો, પાંચ યુવકોને ઇજા

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છરા અને હથોડીથી હુમલો કરાયો, એક યુવકનો કાન કપાયો
  • ટોળાએ​​​​​​​ લારીઓ ઊંધી વાળી દીધી : ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો

હરણી ગામની ભાગોળે સોમવારે રાત્રે ચારથી પાંચ હુમલાખોરોએ ભજન ગાઈ રહેલા ગામના 5 પટેલ યુવકો પર છરા અને હથોડી વડે હુમલો કરતાં પાંચેયને ગંભીર ઈજા પહોંચી હતી. અને તમામને કારેલીબાગની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગ્રામજનોએ આરોપ લગાવ્યો હતો કે હુમલામાં એક યુવકનો કાન કપાઈ ગયો હતો. સ્કૂટર પાર્ક કરવા બાબતે થયેલા ઝઘડામાં હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે. પોલીસે હુમલાખોરોની તપાસ શરૂ કરી હતી. ટોળાએ હુમલાખોરોની ખાણીપીણીની લારીઓ ઊંધી વાળી દીધી હતી. પોલીસે વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

હરણીની ભાગોળે સોમવારે રાત્રે 9-30ના અરસામાં ગામના 5 યુવકો ભજન ગાઈ રહ્યા હતા ત્યારે નજીકમાં ખાણીપીણીની લારીઓ ધરાવતા ચારથી પાંચ શખ્સોએ સ્કૂટર પાર્ક કરવાના મુદ્દે તેમની સાથે ઝઘડો કર્યો હતો. તેમણે મારામારી કરી છરા અને હથોડી વડે હુમલો કરતાં 5 યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. ગ્રામજનોએ આરોપ લગાવ્યો હતો કે, હુમલાખોરો નશો કરેલી હાલતમાં હતા. પોલીસે જણાવ્યું હતું કે ઇજાગ્રસ્તોમાં ભુપેન્દ્ર જશભાઈ પટેલને માથામાં ઈજા થઈ હતી ત્યારે સંદીપ જયંતીભાઈ પટેલને આંગળીમાં ઈજા થઈ હતી તથા નિતીન ઈશ્વરભાઈ પટેલને હાથ પર ઈજા થઈ હતી ઉપરાંત બીરેન અશ્વિનભાઈ પટેલ ને આંગળી પર ઈજા થઈ હતી તથા વિવેક પ્રવીણભાઈ પટેલ ને હાથ પર ઇજા થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...