વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલય સ્કૂલમાં પરમહંસ આર્ટના કલાકારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતનો આબેહૂબ નકશો તૈયાર કર્યો હતો. જેની લંબાઈ 52 ફુટ અને પહોળાઈ 38 ફુટ હતી. ત્રિરંગાના રંગના 110 કિલો વિવિધ ફુલની પાંદડીઓ અને ઝાડની પાંદડીઓના ઉપયોગથી સુંદર રચના બનાવવાનો પ્રયત્ન શહેરના કલાકાર કિશન શાહે કર્યો હતો.
સુગંધીત ફુલોથી સંપૂર્ણ વાતાવરણ મહેકી ઉઠ્યું
કલાકાર કિશન શાહ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ સુંદર આયોજન અડુકિયો દડુકિયો સાર્વજનિક ટ્રસ્ટ તથા યુવા ગ્રુપ(વડોદરા)ના સહયોગથી કરવામાં આવ્યું હતું ભારતનો નકશો બનાવતાં મને 8 કલાક જેટલો સમય લાગ્યો હતો. આજે સ્વતંત્રતા દિવસના અવસરે દુનિયા ભારતના ત્રિરંગાનો જલવો લોકોએ જોયો હતો અને ત્રિરંગામાં ઉપયોગમાં લીધેલા વિવિધ સુગંધીત ફુલોથી સંપૂર્ણ વાતાવરણ મહેકી ઉઠ્યું હતું. આજે સવારે ધ્વજ વંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આઝાદી અપાવવામાં જેમનું મહત્વનું યોગદાન રહ્યું છે, તેવા મહાનુભાવોના બેનરની પ્રદર્શની પણ રાખવામાં આવી હતી.
આર્ટિસ્ટે ચોખાની મદદથી સાથીયા તૈયાર કર્યાં હતા
આ પહેલા લોકડાઉનના સમયમાં વડોદરાના આર્ટિસ્ટે અઢી કિલો ચોખાની મદદથી નંદવર્ત(સાથીયા) તૈયાર કર્યાં હતા. નંદાવર્ત સાથિયો ફક્ત ચોખાનો જ ઉપયોગ કરીને કલાકારે મહાવીર સ્વામી, દિવ્યકલશ, ઓધો (ચમ્મર), વૃક્ષ પત્ર (પાંદડું) અલગ અલગ પ્રકારના સ્વસ્તિક (સાથીયા) આ નંદાવર્ત (સાથિયા) બનાવ્યા હતા. જે બનાવતા 2:30 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ સ્વસ્તિક 6"×3.5" ફુટના લાકડાની પ્લાઈનો ઉપયોગ કરી અઢી કિલો જેટલા ચોખા(અક્ષત)થી અલગ-અલગ પ્રકારના નંદાવર્ત સાથિયા બનાવ્યા હતા.
શિવજીના 3D ઇફેક્ટ પેઇન્ટિંગ્સ તૈયાર કર્યાં હતા
ગત વર્ષે શ્રવાણ માસમાં પરમહંસ આર્ટના કલાકાર કિશન શાહ અને તેમની ટીમે અનોખી રીતે શિવજીની આરાધના કરી હતી. કલાકારોએ વડોદરાના ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરના ગુંજબ પર શિવજીના 3D ઇફેક્ટ પેઇન્ટિંગ્સ તૈયાર કર્યાં હતા. પહેલીવાર શિવજીના 3D ઇફેક્ટ પેઇન્ટિંગ્સ દ્વારા તાંડવ નૃત્ય કરતાં 8 હાથધારી શિવજી દર્શાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત માર્કંડેય રૂષિને દીર્ઘ આયુનું વરદાન મળ્યું તે પ્રસંગ, શિવજી પોતાના વિવાહમાં જાનૈયાઓ એટલે બ્રહ્મમાં, વિષ્ણુ, શિવગણ, અને રાક્ષસો પેઇન્ટિંગ્સમાં જોવા મળ્યા હતા. શિવજીના 12 જ્યોતિર્લિંગ પણ 3D ઇફેક્ટ દ્વારા પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.