સુવિધા:રૂ.28 લાખના ખર્ચે ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં આર્ટ ગેલેરી બનાવાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • લાંબા સમય બાદ કલાકારોની માગણી સંતોષાશે
  • ગેલેરીમાં શહેરના કલાકારો રાહત દરે પ્રદર્શન યોજી શકશે

એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસમાં આર્ટ ગેલેરી બનાવવામાં આવશે. કોર્પોરેશન પાસે આર્ટ ગેલેરીની માંગણી કરતાં શહેરના કલાકારોને રાહત દરે પ્રદર્શન યોજવા મળશે. યુનિવર્સિટી દ્વારા આર્ટ ગેલરીના બાંધકામ માટે એક કમિટીની રચના કરાઇ છે. ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં આર્ટ ગેલેરી બનાવવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જેના માટે એક કમિટીની પણ બનાવવામાં આવી છે. ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં બનાવવામાં આવનાર કમીટીનો ઉપયોગ શહેરના કલાકારો પણ કરી શકે તે દિશામાં યુનિવર્સિટી દ્વારા વિચારણા કરાઇ છે. શહેરના કલાકારોને રાહત દરે આર્ટ ગેલેરી ભાડેથી આપવામાં આવશે.

કોર્પોરેશન દ્વારા બદામડી બાગ ખાતેની આર્ટ ગેલેરી તોડીને કમાન્ડ સેન્ટર બનાવવામાં આવ્યું છે. ત્યારથી જ શહેરના કલાકારો આર્ટ ગેલેરની માંગણી કરી રહ્યા છે. તો બીજી તરફ યુનિવર્સિટી દ્વારા એક નવીન આર્ટ ગેલેરી ફાઇન આર્ટસ ખાતે બનાવવા માટે કમિટી બનાવી છે. અંદાજિત 28 લાખ રૂપિયાના ખર્ચે ગેલેરીનું નિર્માણ કરવામાં આવશે. આર્ટ ગેલેરી બનાવવા માટે રચવામાં આવેલી કમિટીના કન્વીનર તરીકે મંયક પટેલ, સભ્ય તરીકે ડો.દિનેશ યાદવ, ડો.જીગર ઇનામદાર, સીએ મીનેશ શાહ, ડો.બીજોયસિંહ રાઠોડ, યુનિવર્સિટી એન્જિનિયર રૂદ્રેશ શર્માની નિમણૂક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...