અકસ્માત:સમા બ્રિજ પાસે બાઇકે ટક્કર મારતાં 8 વર્ષના બાળકનું મોત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શ્રમજીવી પરિવારનું દંપતી નંદેસરીમાં કામ માટે ગયું હતંુ
  • સારવાર દરમિયાન બાળકનું​​​​​​​ મોત થયું, બાઇક ચાલક સામે ગુનો

શહેરના હરણી-સમા લિંક રોડ પર રમતા 8 વર્ષના બાળકને બપોરે 1 વાગે પૂરઝડપે જતા બાઈકચાલકે અડફેટે લીધો હતો. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દાહોદના વતની અને સમા ઊર્મિ બ્રિજ પાસે રહેતા શ્રમજીવી પરિવારનું દંપતી ગત 15 તારીખે નંદેસરી કામ માટે ગયું હતું ત્યારે તેમનો 8 વર્ષનો બાળક બાદલ ઘર પાસે છોકરાઓ સાથે રમતો હતો.

દરમિયાન પૂરઝડપે આવેલા બાઈકચાલકે બાળકને અડફેટે લીધો હતો. બાઇકની અડફેટમાં બાળકને ગંભીર ઇજા પહોંચતાં તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા બાદ સોમવારે તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની કરૂણતા એ છે કે, રોડ પર રમી રહેલા માસૂમ બાળકને ટક્કર માર્યા બાદ વાહન ચાલકમાં સ્હેજ પણ માનવતા ન હોય તે રીતે તે ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી જીવલેણ અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલા અજાણ્યા વાહન ચાલકની શોખધોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...