નર્મદા જિલ્લાની 18 વર્ષીય યુવતીનું બ્રેનડેડ થતાં તેના અંગોનું દાન કરી તેના પરિવારે જરૂરીયાતમંદ લોકોને નવજીવન અર્પણ કર્યું છે. નર્મદાના વાવડી ગામે ખેતી કરતા કમલેશભાઈ પટેલની દિકરી વૃંદાએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જેને શનિવારે ગંભીર હાલતમાં સનશાઈન ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. ગહન સારવાર બાદ પણ તે બચી નહોતી શકી અને રવિવારે બપોરના સમયે તેનું બ્રેઈન ડેડ થયું હતું. છતાં ડોક્ટર અને પરિવારે આશા છોડી ન હતી. જો કે મંગળવારે વૃંદાનું બ્રેનડેડ થવાથી મૃત્યુ થયુ હતું.
મૃત્યુને પગલે હોસ્પિટલના ડોક્ટર્સએ કમલેશભાઈને ઓર્ગન ડોનેશન વિશે માહિતી આપી હતી અને આ વિશે તેમનું કાઉન્સેલીંગ કરી અંગદાનનુ મહત્વ સમજાવ્યું હતુ. વૃંદાના અંગોનું દાન થવાને કારણે લોકોને જીવનદાન મળી શકે છે તેવી સમજ આપી હતી. જેથી કમલેશભાઈ દિકરીના આર્ગન ડોનેશન માટે તૈયાર થયા હતા.
જેથી હોસ્પિટલ તંત્રએ તાબડતોડ ડોનેશનની તૈયારી કરીને બુધવારે સાંજે દિકરીના 2 ફેફસા, હૃદય, 2 કિડની, લીવર, સ્વાદુપિંડ અને આંખનું ડોનેશન કરવામાં આવ્યું હતું. દિકરીનુ હૃદય મુંબઈ અને 2 ફેફસા ચેન્નેઈ ખાતે મોકલવામાં આવશે અને બીજા તમામ અંગો અમદાવાદ મોકલવામાં આવશે. આ કાર્યને પગલે દેશના 7 લોકોને જીવનદાન મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.