ગુમ યુવતી મળી આવી:વડોદરા RPFની ઝડપી કાર્યવાહીને કારણે ટ્રેનમાંથી ઉતરેલી 18 વર્ષની યુવતી માત્ર બે કલાકમાં શોધી કાઢી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અપહરણની સ્ટોરી ખોટી નીકળી

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળની આરપીએફ ટીમની ત્વરિત કાર્યવાહીથી ટ્રેન નંબર 12961 અવંતિકા એક્સપ્રેસમાંથી એક 18 વર્ષની યુવતીના અપહરણની કહાનીનો અંત આવ્યો છે. બાદમાં તપાસમાં આ મામલો પરસ્પરની સહમતિ હોવાનું બહાર આવ્યું હતું

આરપીએફ કંટ્રોલને સવારે 5:40 વાગ્યે માહિતી મળી હતી કે, ગોધરા સ્ટેશનથી અવંતિકા એક્સપ્રેસમાંથી એક 18 વર્ષની યુવતીનું અપહરણ કરવામાં આવ્યું છે. માહિતી મળતાની સાથે જ સમગ્ર વિભાગ સક્રિય થઈ ગયો. મંડળ રેલ પ્રબંધક અમિત ગુપ્તાએ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ત્વરિત કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. મદદનીશ સુરક્ષા કમિશનર ધર્મેન્દ્ર ગુરયાનીએ તુરંત જ એક ટીમ બનાવી અને મામલાની નોંધ લઈને કાર્યવાહી શરૂ કરી.

ગોધરા અને વડોદરા સ્ટેશન પર સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા તથા જીઆરપીની મદદથી મોબાઈલ લોકેશન સર્ચ કરવામાં આવતા તે વડોદરાનો હોવાનું બહાર આવ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં યુવતી વડોદરા સ્ટેશન પર જાતે જ નીચે ઉતરતી પણ જોવા મળી હતી. આરપીએફ અને જીઆરપી એ એક ટીમ બનાવીને ઝડપી કાર્યવાહી કરી અને માત્ર બે કલાકમાં બાળકીને સુરક્ષિત શોધી કાઢી તથા જીઆરપી કસ્ટડીમાં આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવીડીઆરએમ ગુપ્તાએ આરપીએફ ટીમની ત્વરિત કાર્યવાહી પર ખુશી વ્યક્ત કરતા ઈનામ આપવાની જાહેરાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...