આયોજન:સયાજીગંજ બેઠકના ઉમેદવાર માટે અમિત શાહ સભા યોજશે

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 26મીએ સાંજે મહેસાણા નગર મેદાન પર સભા સંબોધશે

મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે 26 નવેમ્બરે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વડોદરામાં પ્રચાર માટે મેદાને ઉતરી રહ્યા છે. અમિત શાહ શહેરમાં ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરશે, પરંતુ વિશેષ રીતે સયાજીગંજ બેઠકના ઉમેદવાર કેયુર રોકડિયાનો પ્રચાર કરવા તેઓ આવી રહ્યા હોવાનું સ્પષ્ટ થયું છે. 26મીએ સાંજે ગૃહ પ્રધાન અમિત શાહ મહેસાણા નગર મેદાન ખાતે સભાને સંબોધન કરશે. જેને લઈને તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવાઈ છે. બીજી તરફ વિધાનસભાની ચુંટણીને લઈ તમામ પક્ષો એડિચોટીનું જોર લગાવી રહ્યા છે પોતાના તમામ ઉમેદવારોને જીતાડવા માટે પણ પ્રયાસો કરી રહ્યા છે.

જેમાં તમામ આગેવાનો પણ જોતરાયા છે અને સ્થળ પરની તમામ બાબતોનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. સયાજીગંજના ઉમેદવાર અને મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, ગૃહપ્રધાન અમિત શાહ ફક્ત સયાજીગંજ વિધાનસભા બેઠક ઉપર મારા પ્રચાર માટે જ આવી રહ્યા છે. મારું ફોર્મ ભરતી વખતે પુરુષોત્તમ રૂપાલા આવ્યા હતા. જ્યારે પ્રચાર માટે અમિત શાહ આવી રહ્યા છે તે મારા માટે મોટી વાત છે.

બીજી બેઠકો પર અન્ય પ્રચારકો આવશે
અમિત શાહ ફક્ત સયાજીગંજ વિધાનસભાના પ્રચાર માટે આવી રહ્યા છે. જ્યારે અન્ય વિધાનસભા બેઠકો માટે અન્ય પ્રચારકો આવીને પ્રચાર કરશે. જે પ્રમાણે અન્ય પ્રચારકોના શિડ્યુલ નક્કી થશે તે પ્રમાણે જાણ કરાશે. - વિજય શાહ, શહેર ભાજપ પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...