તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Amidst The Possibility Of A Third Wave, 1 Lakh Devotees Flocked To Pay Homage To Mahakali Mata, Lack Of Social Distance Among The People, Even Forgot To Wear Masks.

પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર:ત્રીજી લહેરની સંભાવના વચ્ચે મહાકાળી માતાના દર્શન માટે 1 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા, લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ, માસ્ક પહેરવાનું પણ ભૂલ્યા

વડોદરા16 દિવસ પહેલા
પાવાગઢ મહાકાળી મંદિરમાં આજે રવિવારના રોજ એક લાખ લોકોનું ઘોડાપુર ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન થયું હતું
  • પાવાગઢમાં કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા હતા

કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે પાવાગઢમાં આજે રવિવારે એક લાખ જેટલા યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતુ અને લોકો માસ્ક પહેર્યા વિના જ જોવા મળ્યા હતા. આમ પાવાગઢમાં કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા હતા.

તળેટી સહિત ખાનગી વાહન પાર્કિંગ ફૂલ થઈ ગયા
કોરોના ગાઇડલાઇન નિયમ અનુસરીને રાજ્યમાં મોટાભાગના ધાર્મિક સ્થળો ખોલવાની છૂટ આપવામાં આવી છે, ત્યારે પાવાગઢ મહાકાળી મંદિરમાં આજે રવિવારના રોજ એક લાખ લોકોનું ઘોડાપુર ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન થયું હતું. આ સાથે માસ્ક વગર મોટી સંખ્યામાં લોકો દેખાયા હતા. રાજ્ય અને રાજ્ય બહારથી પાવાગઢ આવતા લોકો કોરોનાની ગંભીરતા ભૂલી જાણે કોરોનાને ફરીથી બોલાવતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રવિવારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં બાઈક-કારમાં યાત્રાળુઓનો મોટો ઘસારો આવી પહોંચ્યો હતો. એક સમયે રોપવે ઉડનખટોલાની ટિકિટ લેવા મોટી લાઈનો લાગી હતી. તળેટી સહિત ખાનગી વાહન પાર્કિંગ ફૂલ થઈ ગયા હતા.

પાવાગઢમાં કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા હતા
પાવાગઢમાં કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા હતા

ગુજરાત સહિત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાંથી દર્શનાર્થીઓ આવે છે
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ગુજરાત સહિત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી દર્શનાર્થીઓ આવે છે, જેથી રવિવારના દિવસે પાવાગઢમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.

આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતુ
આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતુ

અવ્યવસ્થા ન સર્જાય તે માટે તંત્રએ માઇક્રો પ્લાનિંગ કર્યું
ગત રવિવારની ભીડને જોઇને અવ્યવસ્થા ન સર્જાય તે માટે તંત્રએ આજે માઇક્રો પ્લાનિંગ કર્યું હતું. હાલોલ-પાવાગઢ રોડ પર ટીમ્બી પોલીસ ચેકપોસ્ટ પર પાવાગઢ જતા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. માચી ખાતે વાહન પાર્કિંગ ફૂલ થઇ જતા ઉપર જતા ટ્રાફિકને રોકી દેવામાં આવતો હતો. અને વાહનો ખાલી થયા બાદ જ વધુ વાહનોને ઉપર જવા દેવામાં આવતા હતા. જેને લઇને ટ્રાફિક નિયમન આજે જળવાયું હતું.

એક સમયે રોપવે ઉડનખટોલાની ટિકિટ લેવા મોટી લાઈનો લાગી હતી
એક સમયે રોપવે ઉડનખટોલાની ટિકિટ લેવા મોટી લાઈનો લાગી હતી
લોકો માસ્ક પહેર્યા વિના જ જોવા મળ્યા હતા
લોકો માસ્ક પહેર્યા વિના જ જોવા મળ્યા હતા

(અહેવાલઃ મક્સુદ મલિક, હાલોલ)

અન્ય સમાચારો પણ છે...