તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાન્સપોર્ટ:ચારધામ યાત્રાની અસમંજસ વચ્ચે ટ્રાવેલર્સ દ્વારા બુકિંગ શરૂ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રૂપ ટૂરને બદલે પર્સનલ ટૂરનો નવો કોન્સેપ્ટ અમલી બન્યો
  • માણેજાના રહીશ અમરનાથ યાત્રા પૂર્ણ કરી પરત ફર્યા

કોરોના ને પગલે મૃતઃપ્રાય થયેલા ટ્રાવેલર્સ ઉદ્યોગમાં ચારધામ યાત્રા ની ઇન્કવાયરી શરૂ થતા પ્રાણ સંચાર હોય તેવો અનુભવ થઈ રહ્યો છે અખાત્રીજે ખુલેલા ચાર ધામ મંદિરના કપાટ સ્થાનિક લોકો માટે ખુલ્લા મુકાયા છે પરંતુ અન્ય રાજયોમાંથી આવતાં દર્શનાર્થીઓને આગામી ૧ જુલાઇથી દર્શનની મંજૂરી મળી શકે તેવી આશા રાખતા ટ્રાવેલર્સ દ્વારા બુકિંગ શરૂ કરાયું છે. શહેરમાંથી ચારધામ યાત્રાએ દર વર્ષે દસ હજાર ઉપરાંત લોકો જાય છે આ વર્ષે ટ્રાવેલર્સ દ્વારા વડોદરા થી બસ દ્વારા પ્રવાસ લઇ જવાને બદલે 15 થી 22 વ્યક્તિઓના ગ્રુપને ટ્રેન મારફતે દિલ્હી કે હરદ્વારથી ચારધામ કરાવવાનું આયોજન શરૂ કરાયું છેે.

ટ્રાવેલ્સ સંચાલક સુનિલ સોનીના જણાવ્યાનુસાર વડોદરા થી અત્યારે એક માત્ર ચાર ધામ યાત્રા ની ઇન્કવાયરી કરી છે આ સિવાય વડોદરા થી મનાલી બાય ટ્રેન અને મનાલીથી લેહ લદાખ દસ દિવસ બાઈક ટૂર પર અઢી હજાર લોકો જતા હોય છે. આ વર્ષે જુલાઈમાં આ ટૂર પર ફરી શરૂ થશે. શહેરના ના માણેજા વિસ્તારમાં રહેતા મનોજભાઈ પટેલ અમરનાથ યાત્રા પૂર્ણ કરી ગુરુવારે વડોદરા પરત ફર્યા હતા તેમણે જણાવ્યા મુજબ આ વર્ષે 28 જૂનથી યાત્રા શરૂ થવાની હતી પરંતુ હજુ અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા ફ્રી રજીસ્ટ્રેશન શરૂ કરાયા નથી તેમજ અમરનાથ જવા માટેના બે રસ્તા પહેલગામ અને બાલતાલ પૈકી બાલતાલ વાળો રસ્તો તૈયાર થઈ ગયો છે જ્યારે પહેલગામમાં પુલ રસ્તા સહિતની કામગીરી થઈ નથી. દર વર્ષે વડોદરાથી ૪૫ દિવસની યાત્રામાં 50,000 જેટલા ભક્તો જતા હોય છે ગત વર્ષે કોરોના ને લીધે યાત્રા બંધ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...