તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

40મી રથયાત્રા:રથયાત્રાની મંજૂરીની અનિશ્ચિતતા વચ્ચે 12 હજાર ભક્તોના જમણવાર અને પ્રસાદની તૈયારીઓ શરૂ

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇસ્કોન મંદીરમાં ભગવાનના રથને રંગરોગાન સાથે સજાવટને આખરી ઓપ અપાઇ રહ્યો છે. - Divya Bhaskar
ઇસ્કોન મંદીરમાં ભગવાનના રથને રંગરોગાન સાથે સજાવટને આખરી ઓપ અપાઇ રહ્યો છે.
  • અષાઢી બીજ પૂર્વે ઇસ્કોન મંદિરમાં જગન્નાથજી ભગવાનના રથના રંગરોગાન અને સજાવટને આખરી ઓપ
  • સરકારની સૂચના મુજબ રથયાત્રા યોજી ગાઇડલાઇનનું પાલન કરાશે. }સ્વામી નિત્યાનંદ

12 જુલાઈ અષાઢી બીજના દિવસે વડોદરા ઈસ્કોનમાંથી નિકળનારી રથયાત્રાની અનિશ્ચિતતા વચ્ચે મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન બિરાજમાન થાય છે તે રથની કલાકૃતિઓમાં રંગપુરીને તેને આખરી ઓપ અપાઈ ચુક્યો છે. તેમજ રથયાત્રાના દિવસે 12 હજાર ભક્તો માટે મંદિર તરફથી પુરી-શાક, જલેબી, બુંદીના લાડુ અને ઉપમાના જમણ સાથે પ્રસાદ બનાવવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. અમદાવાદની રથયાત્રાની પરવાનગી વિચારાધીન છે, ત્યારે ઈસ્કોન મંદિરના સંચાલકો અને રાજકારણ સાથે જોડાયેલા લોકો દ્વારા પણ વડોદરામાં રથયાત્રાનું આયોજન થાય તે માટે ગાંધીનગર સુધી પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

ઈસ્કોન મંદિરના સ્વામી નિત્યાનંદે જણાવ્યું હતું કે, વડોદરામાં ઈસ્કોન દ્વારા ચાલુ વર્ષે 40મી રથયાત્રાનું આયોજન કરવામાં આવશે. ગત વર્ષે તો કોરોના તેના પીક પર હતો એટલે રથયાત્રા મંદિર પરીસરમાં જ ફેરવીને વર્ષોથી ચાલી આવતી પ્રથાને પુરી કરાઈ હતી. પરંતું વર્ષ 2021માં જ્યારે અમદાવાદની રથયાત્રાને પરવાનગી માટે વિચારણા થઇ રહી છે,ત્યારે વડોદરાની રથયાત્રાને પણ પરવાનગી માટે પણ વિચાર કરાય તેવી માગ છે.

સ્વામી નિત્યાનંદે વધુમાં જણાવ્યું કે, રથયાત્રા માટે સરકાર જે ગાઈડલાઈન બહાર પાડશે તેના અનુસાર ઈસ્કોન મંદિર રથયાત્રા કઢાશે. ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન પણ કરવામાં આવશે. હાલ ઈસ્કોનમાં રથયાત્રા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રથને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જ્યારે રથયાત્રાના દિવસે ભક્તો માટે જલેબી,લાડુ, ઉપમા જેવા અનેક પ્રસાદ બનાવવાનું પણ આયોજન કરી લેવામાં આવ્યું છે.

વડોદરામાં પણ રથયાત્રા નિકળે તેવા પ્રયાસો
અમદાવાદમાં રથયાત્રાને સરકારે મંજુરી આપી છે.ત્યારે વડોદરા પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘ સાથે ચર્ચા કરીને શહેરમાં પણ સરકારી ગાઈડલાઈન મુજબ સોમવારે રથયાત્રાનું આયોજન થાય તે માટે પ્રયાસો અને પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. > રંજનબેન ભટ્ટ,સાંસદ,વડોદરા.

સરકાર નિર્ણય કરશે તે પ્રમાણે આયોજન
વડોદરામાં રથયાત્રા અંગેનો નિર્ણય સરકાર લેશે. જો રથયાત્રા નિકાળવા માટે સરકાર મંજુરી આપશે તો અમે વહીવટી તંત્ર રથયાત્રાનું આયોજન કરીશું. વડોદરામાં તમામ ભક્તોની લાગણી છે કે ચાલુ વર્ષે રથયાત્રાનું આયોજન થવું જોઈએ. > કેયુર રોકડીયા,મેયર,વડોદરા.

રથયાત્રા માટે કયો-કયો પ્રસાદ રહેશે: 1000 કિલો શીરો બનાવાશે, જાંબુ,લીલી ખારેક, ફણગાવેલા મગ, જલેબી, બુંદીના લાડુ, હલવો, ઉપમા સહિતનો પ્રસાદ રહેશે.

અન્ય સમાચારો પણ છે...