કાર્યવાહી:બાપોદમાં વિરોધ વચ્ચે કાચાં-પાકાં 34 મકાનો તોડી પડાયાં

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલિકાની દબાણ શાખાની ટીમે બાપોદમાં વિરોધ વચ્ચે કાચાં-પાકાં 34 મકાનો તોડી પાડ્યાં હતાં. - Divya Bhaskar
પાલિકાની દબાણ શાખાની ટીમે બાપોદમાં વિરોધ વચ્ચે કાચાં-પાકાં 34 મકાનો તોડી પાડ્યાં હતાં.
  • સોમા તળાવ પાસે શેડ-ઓટલા દૂર કરતી વેળા ઘર્ષણ
  • શાકભાજીના વેપારીઓએ શેડ-ઓટલા બાંધી દીધા હતા

સોમા તળાવ પાસે આવેલા રિશી પાર્ક અને ગણેશનગર વિસ્તારમાં શાકભાજીના પથારાવાળાના ઓટલા અને શેડ સહિત 20 જેટલાં દબાણો તેમજ વાઘોડિયા રોડ, બાપોદ વિસ્તારમાં ટીપી સ્કીમના મુખ્ય રસ્તા પર છેલ્લાં કેટલાંક વર્ષોથી ગેરકાયદે બનાવેલાં 34 કાચાં-પાકાં મકાનો તોડી પડાયાં હતાં. દરમિયાન ઘર્ષણ થયું હતું. પાલિકાએ પોલીસની મદદ લઇ દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રાખી હતી. સોમા તળાવ પાસે આવેલા રિશી પાર્ક અને ગણેશનગર વિસ્તારમાં કેટલાક સમયથી શાકભાજીના કેટલાક ફેરિયાઓ શેડ અને ઓટલા બાંધી ગેરકાયદે પાલિકાની ખુલ્લી જગ્યામાં દબાણ કરી ધંધો કરતા હતા.

જેથી દબાણ શાખાની ટીમ અને બોર્ડના અધિકારીઓએ ગેરકાયદે શેડ અને ઓટલા તોડવાની કામગીરી હાથ ધરી હતી. જે દરમિયા શાકભાજીના પથારાવાળા સાથે ઘર્ષણ થયું હતું.બાપોદમાં ટીપી સ્કીમના મુખ્ય રસ્તા પર વર્ષોથી બાંધેલાં કાચાં-પાકાં મકાન હટાવવા ટીમ પહોંચી હતી ત્યારે સ્થાનિકોએ વિરોધ કરી કામગીરી અટકાવવા પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસની દરમિયાનગીરી બાદ કોર્પોરેશને ટીપી સ્કીમના રસ્તામાં નડતરરૂપ 34 મકાન તોડી પાડવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...