તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેધારી નિતી:કોરોનાના વધતા કેસ વચ્ચે શિક્ષકોને સ્કૂલે હાજર રહેવાના નિયમનો વિરોધ

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ખાનગી માન્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આવેદન અપાશે

સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે કોરોના મહામારીના કેસ રોકેટ ગતિએ વધે છે ત્યારે હાલમાં ધોરણ 1થી 9ના બાળકોને શાળામાં જવાનું રહેશે નહીં, પરંતુ શિક્ષકો માટે કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી.

આ અંગે વડોદરા શહેર ખાનગી માન્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હસમુખભાઈ પાઠક દ્વારા જણાવ્યું છે કે, સરકાર દ્વારા જે જાહેરાત કરાઇ છે તેમાં શિક્ષકોને કોરોના મહામારીમાં પણ શાળામાં હાજરી આપવા માટે જણાવેલ છે. શિક્ષક ભાઈ બહેનો માટે કોઈ માપદંડ નથી. બસ કોરોના થાય કે ન થાય. કોરોના થાય તો દવાઓ જાતે જ કરવાની. સરકાર તરફથી કોઇ સહાય નથી અને શિક્ષક જીવી જાય તો તેનું નસીબ. ભારતીય જનતા પાર્ટીની સરકાર બેધારી નિતી અપનાવે છે એક બાજુ માસ્કના નામે કરોડોની આવક બીજી તરફ ચૂંટણીવાળા વિસ્તારમાં ઢીલી નિતી અપનાવે છે પછી ચુંટણી બાદ જનતાને મુર્ખ બનાવી કહેવા લાગશે કે લોકો બેફામ બન્યા પછી કોરોના વકર્યો છે. આ અંગે હસમુખભાઈ પાઠક દ્વારા કલેકટર અને મુખ્યમંત્રી ને સોમવારે આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો