મુશ્કેલી:SSGમાં 2 ફૂટના ટેકરાથી એમ્બ્યુલન્સને અટવામણ

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાત્કાલિક સારવાર વિભાગ પાસેનો ખાડો અડચણ
  • રોજ સરેરાશ 1200થી વધુ દર્દી હોસ્પિટલમાં આવે છે

સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં જવાના રસ્તે આરસીસી રોડ અને ડામરના રોડ વચ્ચે બે ફૂટનો ઊંચો ટેકરો હોવાના કારણે ત્યાં પસાર થતી એમ્બ્યુલન્સ અને હોસ્પિટલમાં આવતા દર્દીઓને મુશ્કેલી પડી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સયાજી હોસ્પિટલમાં રોજના ઓપીડી અને અન્ય પેશન્ટો મળી સરેરાશ 1200થી 1800 જેટલા દર્દીઓ આવે છે. તો હોસ્પિટલમાં વાહન ચાલકોને પણ આ ટેકરાને પગલે મુશ્કેલી પડી રહી છે. આ વિષયમાં સયાજી હોસ્પિટલના ડોક્ટર રંજનકૃષ્ણ ઐયરે જણાવ્યું હતું કે, વાત સાચી છે મુશ્કેલી પડી રહી છે પરંતુ આગામી સમયમાં બાકીનો જે ડામર રોડ છે ત્યાંનું પણ કામગીરી હાથ લેવાની છે. ત્યારે આ વિસ્તાર સમથળ કરવામાં આવશે. જોકે આ કામગીરી કેટલા સમયમાં પૂર્ણ થશે ત્યાં અંગે કોઈ માહિતી આપી નહોતી.

અન્ય સમાચારો પણ છે...