વડોદરાના સમાચાર:વડોદરામાં વાડી આદિનાથ જિનાલય દેરાસરમાં અંબિકા માતાજી તથા નાકોડા ભૈરવ દેવની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ

વડોદરા17 દિવસ પહેલા
દેવી અંબિકા માતાજી.

જૈનોના બાવીસમાં તીર્થંકર ગિરનાર તીર્થના નેમિનાથ ભગવાનના અધિષ્ઠાયિક દેવી અંબિકા માતાજી તથા પાર્શ્વનાથ ભગવાનના નાકોડાજી તીર્થના અધિષઠાયિક દેવ નાકોડા ભૈરવનો પ્રતિષ્ઠા મહોત્સવ વડોદરા શહેર ની મધ્યમાં આવેલ વાડી જૈન સંઘમાં આજે યોજાયો હતો. જેમાં પાવાપુરી તીર્થ નિર્માણ કરનાર કે.પી.સંઘવી પરિવારના મોભિ રતનબેન તથા નાકોડા ભૈરવ દેવની પ્રતિષ્ઠા રમેશભાઈ મોદી પરિવાર દ્વારા કરવામાં આવી હતી એમ ટ્રસ્ટી વસંતભાઈ શાહે જણાવ્યું હતું.

વાડી ખાતે જ ફક્ત 24 તીર્થંકર બિરાજમાન
ત્યારબાદ આચાર્ય રાજહંસ સુરીશ્વરજી મહારાજે માંગલિક પ્રવચનમાં ફરમાવ્યું કે, આખા વડોદરામાં વાડી ખાતે જ ફક્ત 24 તીર્થંકર બિરાજમાન છે અને ભગવાન આદિનાથની આટલી મોટી પ્રતિમા બીજે ક્યાંય બિરાજમાન નથી. પુનમના દિવસે જાત્રા આવનાર ભાવિકોને ભાથુ આપવાનું પણ જાહેર કરવામાં આવ્યું હતું.

વિહાર પુર્વેની છેલ્લી શિબિર કરાઇ
ત્યારબાદ આચાર્ય રાજહંસ સુરીશ્વરજી મહારાજ કારેલીબાગ જૈન સંઘમાં પરત પધારી અને મુનિસુવ્રત જીનાલયમાં શાંતિ સ્નાત્રના કાર્યક્રમાં નિશ્રા પ્રદાન કરી હતી. કારેલીબાગ જૈન સંઘમાં બાળકોની વિહાર પુર્વેની છેલ્લી શિબિર કરવામાં આવી હતી.

વિ.સં 2032માં વાડી આદિનાથ જિનાલયમાં પ્રતિષ્ઠા કરાઇ હતી
જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે વિ.સં 2032માં વાડી આદિનાથ જિનાલયમાં પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યાર બાદ આત્માનંદ જૈન ઉપાશ્રય જાનીશેરીએ વહીવટ સંભાળ્યો હતો. ત્યારબાદ કાર્યદક્ષ આચાર્ય જગતચંન્દ્ર સુરિ મહારાજ સાહેબે પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યો હતો. ત્યારબાદ આચાર્ય રાજેન્દ્રસુરિ તથા આચાર્ય રાજશેખર મહારાજ સાહેબ ની નિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો હતો.